Abtak Media Google News

જૈન સંપ્રદાયમાં 24 તીર્થકરમાં ભગવાન મહાવીર અંતિમ તીર્થકર

મહાવીર જયંતિ નો ઉત્સવ જૈન મતના ચોવીસમાં તથા અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરના જન્મના ઉપલક્ષ્યમાં તેમના પ્રતિ શ્રદ્ધાપૂર્વક તેમની પ્રતિમાઓના અભિષેક, પ્રાર્થના અને ધ્યાન ધરીને ચૈત્ર શુક્લ પક્ષની તેરસના રોજ મનાવવામાં આવે છે, જે સામાન્ય રીતે ગ્રેગોરીયન કેલેન્ડરના માર્ચ અથવા એપ્રિલમાં આવે છે.

મહાવીર નું બાળપણ નું નામ વર્ધમાન હતું અને તેને જૈન સંપ્રદાયના સ્થાપક માનવામાં આવે છે. ભારતીય ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરા ના ઇતિહાસમાં તેઓનો આવિર્ભાવ મહત્વપૂર્ણ છે. તેઓએ લોકોને આત્મા દ્વારા અનુશાસિત નૈતિક આચરણને અપનાવી આત્માને મુક્તિ પ્રાપ્ત કરવાનો સરળ, લઘુ તથા અનુકૂળ માર્ગ પ્રદાન કર્યો.

તેઓનો જન્મ ચૈત્ર શુક્લ પક્ષની તેરસના દિવસે વર્તમાન પટણા શહેરથી થોડે દૂર આવેલ વૈશાલી બિહારમાં રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલા ને ત્યાં થયો હતો.  તેમના માતા-પિતાએ તેમનું નામ સિદ્ધાર્થ રાખ્યું.

જૈન સંપ્રદાયના શ્વેતાંબર પંથ મુજબ વર્ધમાનની માતાજીને 14 સપના આવ્યા હતા જ્યોતિષીએ જ્યારે આ સપનાઓની વ્યાખ્યા કરી ત્યારે ભવિષ્ય વાણી તરીકે આ બાળક કાં તો સમ્રાટ થશે કાં તિર્થંકર. જ્યોતિષીઓની ભવિષ્યવાણી સાચી પડી અને બાદમાં જૈન સંપ્રદાયના 24માં તીર્થંકર બન્યા

જૈન સંપ્રદાયમાં 24 તીર્થંકર થયા જેમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા અને અંતિમ મહાવીર હતા.

ભગવાન મહાવીરજીની પ્રસિદ્ધ વાતો   એક લાખ શત્રુઓને જીતવાની તુલનામાં સ્વયં ઉપર વિજય પ્રાપ્ત કરવો શ્રેયકર છે.   તમારી આત્માની બહાર કોઈ શત્રુ નથી અસલી દુશ્મન આપણી અંદર રહે છે એ ક્રોધ, અહમ, લાલચ, મોહ અને ધ્રુણા છે.   બધા પ્રાણીઓનું સન્માન અહિંસા છે.બધા પ્રાણીઓ પ્રતિ કરુણા રાખવી તૃણા વિનાશ તરફ લઈ જાય છે.   જો તમારે જરૂરી ન હોય તો જમા ન કરવું તમારા હાથમાં રહેલો વધારાનું દાન સમાજ માટે છે, અને આપ તેના રખેવાળ છો.

જો પૃથ્વી, વાયુ, અગ્નિ, પાણી અને વનસ્પતિના અસ્તિત્વની ઉપેક્ષા કરે છે એ પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે જે તેની સાથે જોડાયેલ છે.

ક્રોધ, વધુ ક્રોધને જન્મ આપે છે ક્ષમા અને પ્રેમ વધારે ક્ષમા અને પ્રેમના કારણ બને છે. જેની મદદથી આપણે સત્યને જાણી શકીએ છીએ, બેચેન મનને નિયંત્રિત કરી શકીએ છીએ અને આત્માને શુદ્ધ કરી શકીએ છીએ તેને જ્ઞાન કહેવાય છે.

બધા જ્ઞાનનો સાર હિંસા નહીં કરવામાં છે. અહિંસાનો સિદ્ધાંત સમાનતાના પાલનથી વિશેષ કશું નથી, અર્થાત એવી સમજણ કે જે પ્રકારે મને દુ:ખ પસંદ નથી, એ જ પ્રકારે બીજાને પણ આ પસંદ નથી.  મૃત્યુથી વધુ ભયભીત કરવાવાળી બાબત અન્ય કોઈ નથી અને જન્મથી વધુ ભયાવહ કોઈ દુ:ખ નથી.  શરીરનાં મોહને દૂર કરી જન્મ અને મૃત્યુ બન્ને ના ભયથી મુકત રહેવું  લાલચ વગરનો વ્યકત ભલે મુકુટ પહેરતો હોય, પાપ નથી કરી શકતો  જો તમે લાભ પ્રાપ્ત કરો છો તો ગર્વ ન કરો, અને ત્યારે દુ:ખી પણ ન થાવ જયારે કોઈ નુકશાન થાય.

જે પ્રકારે હજારો નદીઓ દવારા સાગર ભરી નથી શકાતો, તે જ પ્રમાણે કોઈ પણ જીવ એવો નથી જે દુનિયાનું બધુ જ ધન મેળવી ને પણ સંતુષ્ઠ હોય.

દરેક પ્રાણી ને ચોટ ન પહોંચાડવી એ જ એકમાત્ર ધર્મ છે.  સુખ અને દુ:ખમાં, આનંદ અને પરેશાનીમાં, આપણે બધા પ્રાણીઓનું સન્માન કરવું જોઈએ જેવું આપણે આપણી પોતાની સાથે કરીએ છીએ, અને એટલા માટે આપણે બીજા ને આધાત પહોંચાડવાથી બચવું જોઈએ .  જેવી રીતે આપણા પોતાના ઉપર આઘાત પહોંચાડવો આપણને અનિચ્છનિય લાગે છે.

ઉપદેશો

” અહિંસા – કોઈપણ જીવંત પ્રાણીને નુકશાન  ન પહોંચાડવું.
” સત્ય – માત્ર હાનિરહિત સત્ય બોલવું.
” અસ્તેય – કાઈ પણ નહીં લેવા માટે યોગ્ય રીતે નથી આવ્યુ.
” બ્રહમચર્ય (શુધ્ધતા ) – કામૂક આનંદ ન લેવો.
” અપરિગ્રહ – લોકો, સ્થાન અને ભેોતિક ચિજવસ્તુઓથી પૂર્ણ રીતે અલગ થવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.