Abtak Media Google News

હોળીની પ્રદક્ષિણા કરી દાળિયા, ધાણી, મમરા, હોમવાનો મહિમા

આજે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હોલિકા દહનનો કાર્યક્રમ ઉજવાશે અને કાલે ધૂળેટીના દિવસે રંગોની છોળો ઉડાડી લોકો રંગોત્સવની મોજ માણશે.

હુતાસણી-ધૂળેટી એટલે રંગોનો તહેવાર હોળીમાં લોકો દાળિયા, ધાણી, ખજૂરની આહુતિ આપવાનું વિશેષ મહત્વ છે.

તમામ પરિવારો હોલીની પ્રદક્ષિણા કરી તેમના દર્શન કરે છે.

જયોતિષો હુતાસણીની ઝાળથી આવતુ વર્ષ કેવુ થશે તેનો વરતારો મેળવે છે.

રાજકોટના પણ અનેક વિસ્તારો સોસાયટીમાં હોળી પ્રગટાવાશે.

છાણા, લાકડા એકત્ર કરવામાં આવે છે. ત્યારબાદ તેને પ્રગટાવવામાં આવે છે. આ પર્વે વાડ પણ ઉજવવામાં આવે છે. જ્યાં વાડ પણ ઉજવવામાં આવે છે. જયાં પુત્રનો જન્મ થયો હોય તે પરિવાર આની ઉજવણી કરે છે.

બાળકના મામા બાળકને ગોદમાં લઇ જવાળાની પ્રદક્ષિણા કરે છે. અને ઢોલનગરાના સૂર રેલાય છે અને બીજા દિવસે ધૂળેટીએ લોકો એકબીજાને રંગ ઉડાડી ઉજવણી કરે છે.

કેટલાક સ્થળોએ હોલિકા દહને પાંચ ઘાન ભરેલો માટીનો ધડો મુકવામાં આવે છે.

હુતાસણી પૂર્ણ થયા બાદ આ ઘડાને કઢાય છે અને તેમાં રાખવામાં આવેલું ઘાન કેવું બફાયું તેના પર

આગામી ચોમાસુ કેવુ રહેશે તેનો અંદાજ કાઢવામાં આવે છે અને હુતાસણીની ઝાળ કઇ દિશા તરફ જાય છે તેના આધારે પણ આગામી વર્ષ કેવું રહેશે તેનુ અવલોકન કરવામાં આવે છે.

હુતાસણીની ઝાળમાં શરીર તાપવાનો મહિમા

હુતાસણીની ઝાળમાં શરીર તપાવવાનો મહિમા છે. હુતાસણીમાં શરીરને તાપવાથી બીમારી દૂર થાય છે. તેથી લોકો લાંબી લાઇનોમાં પ્રદક્ષિણા કરતા હોય છે.

બજારોમાં રંગો, પિચકારી, દાળિયા-ધાણીની ધૂમ ખરીદી

હુતાસણી-ધૂળેટીના પર્વને ઉજવવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં રંગો, પિચકારી, દાળીયા, ધાણી, ખજૂરની ખરીદી માટે લોકો ઉમટી પડયા હતા. આજે હોિઇકા દહનના ઠેર-ઠેર કાર્યક્રમો યોજાશે. પરંપરાગત રીતે ઉજવાતા હિન્દુ શાસ્ત્રોકત વિધિ મુજબ ધાણી, ખજૂર, શ્રીફળ, પતાસાના હારડા હોમવાનો અનેરો મહિમા છે. જેના પગલે બજારોમાં શ્રીફળ, ધાણી, ખજૂર સહિતની વસ્તુઓની માગ નીકળી છે.

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ સંદર્ભે ચૂસ્ત બંદોબસ્ત

અબતક ધનંજય ઉપાધ્યાય દ્વારકા યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલ ઉત્સવ નિમિતે દ્વારકામાં ૪ ડીવાયએસપી ૬ પીઆઇ ૨૧ પીએસઆઇ સહિત ૫૦૦ જેટલાઆ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલ ઉત્સવ ઉજવવા લાખો ભાવિકો દ્વારકામાં કાળિયા ઠાકોના સાનિધ્યમાં ફુલડોલ ઉત્સવ ઉજવવા આવાના હોય ત્યારે યાત્રીકોની ભિડને લૌઇ કોઇ અનિર્છીય બનાવ ન બને તે માટે દેવભુંમી દ્વારકા જીલ્લાના પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ ૩ ડીવાયએસપી ૬ પીઆઇ ૨૧ પીએસ આઇ એલસીબી એસોજી સહિત ૨૫૦ પોલીસ જવાનો ૨૫૦ હોમગાર્ડ, એસારપી, જીઆરડી જવાનોની ટુકડી શહેરમાં જુદી જુદી જગ્યાએ બંદોબસ્ત ગોઠવામાં આવશે.

 

હોરી આઇ રે કહાના બ્રજકે બસીયા હોરી આઇ રે

હોરી આઇ રે કહાના બ્રજકે બસીયા હોરી આઇ રે ||

ઇતતે આઇ કુવારી રાધિકા ઉતતેં આઇ ગોપી ભરભર

પિચકારી મારી સરરરરર હોલી ખેલે રસીયા ||1|| બ્રજકે બસીયા

અબીર ગુલાલકી આંધી છાઇ કુંમકુંમકી મચી કીચ

બ્રજકી નારીગારી બોલો હરરરરર હરરરરર હંસયા ||2|| બ્રજકે બસીયા

પુરૂષોતમ પ્રભુ રસકે રસિયા હોરી કે રાશીયારે બ્રજ

ઘર ઘર આનંદ મગનનનનન રસિયા સબકે મન બસીયા ||3||

                                                        – બ્રજકે રસિયા

હોરા વ્રજવાસી ખૈલે, ખેલે વ્રજકી નાર, હોલી આઇ રે…

હો હરીસંગ હોરી ખૈલોગીચાવા, ચંદન અબીર,

                                           – અગરમ પિચકાઇન રંગ મેલોગી…

નંદકે દેવાર મચી હોરી

ઉત્તમેં ઠાડે કુંવાર ક્ધહૈયા, ઇત ઠાડી રાધેગોરી ||

પાંચ બરસકો કુંવર ક્ધહૈયા, સાત બરસ રાધેગોરી….

હાથન લાલ ગુલાલ ફેંટ ભરે, ડારત હૈ ભરભર ઝોરી,

 સુરદાસ બૃજબાસિનકારન, અવિચલ રહીયો યહ જોરી…

આજ બિરજમાં હોરી રે રસિયા,

હોરી રે રસિયા, બરજોરી રે રસિયા

કોન ગોંવ કો કુંવર ક્નહૈયા કોન ગોવકી ગોરી રે રસિયા,

નંદર્ગાવકો કુંવર ક્નહૈયા, બરસાનેકી ગોરી રે રસિયા….

હોરી આઇ રે મહારાજાને દેશરે, ડફ બાજ રહ્યો… હોરી..

ઉડત ગુલાલ લાય ભયે બાદર

લાલ ભયે સબ કેશરે ડફબાજ રહ્યો…

ચોવા ચંદન ઔર અરગજા પિચકાઇન્કો લેસ રે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.