Abtak Media Google News

રાજવી પરિવારના માંધાતાસિંહ કાલે બપોરે ૪:૩૦ વાગ્યે હવનમાં બિડુ હોમશે

નવરાત્રી એટલે ભકિત દ્વારા શકિત પ્રાપ્ત કરવાનું મહાન પર્વ નવરાત્રી સમય દ્વારા ભાવિકો માતાજીના ગરબા, ચંદીપાઠ, પુજા અર્ચના દ્વારા માના ગુણગાન ગાશે. માં આશાપુરા મંદીરમાં આસો નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે. નાની બાળાઓ રાસ ગરબા દ્વારા માના ગરબા લે છે. માતાજીની આરપી પુજા કરે છે. મંદીરના પટાંગણમાં ભવ્ય દિપમાળા થાય છે. આવતીકાલે રાજવી ઠાકોર માંઘતાસિંહજી તેમજ યુવરાજ રામ રાજા દ્વારા હવન વિધિ સવારે શરુ થશે. બપોરના ૪.૩૦ કલાકે યુવરાજ માંધાતાસિંહજીના વરદ હસ્તે હવનમાં બિડુ હોમાશે. સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે. માં આશાપુરાના નામથી પેલેસે રોડ ગુંજી ઉઠશે. હોમાદિક ક્રિયા સમયે વિશાળ સંખ્યામાં માઇભકતો તેમજ રાજવી પરવિારના સદસ્યો આમંત્રિત મહેમાનો ઉ૫સ્થિત રહી હવનમાં આહુતિ આપશે.

Advertisement

માતાના મઢ જતા પદયાત્રીઓ માં આશાપુરાના દર્શન કરી માતાના મઢવાળી દેશદેવીના ચરણસ્પર્શ કરવા વિશાળ સંખ્યામાં માઇભકતો જાય છે માં આશાપુરાના દર્શન માત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રી દરમ્યાન મંદીરમાં વિશાળ સંખ્યામાં ભાવિકોમાં આશાપુરાના દર્શન કરવા આવે છે. દર મંગળવારે  માની માનતા પૂર્ણ કરવા માઇભકતો આવે છે. નવરાત્રી દરમ્યાન મા આશાપુરા મંદીરના પુજારી તેમજ હવનવિધિ વિધવાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાતજાતના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે સુંદર વ્યવસ્થાનું આયોજન કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.