Abtak Media Google News

રાજકોટ, ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, જામનગર, બોટાદ,  જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પોલીસે જાહેરનામાનો કડકાઇથી કરાવ્યો અમલ

કોરોના વાયરસનો ચેપ આગળ વધતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કર્યુ હોવા છતાં જાહેરનામાનો ભંગ કરી કારણ વિના ફરતા, પાન-ફાકી, સિગારેટનું વેચાણ કરતા અને રહેણાક મકાનમાં ફરસાણનું તેમજ દેશી દારૂનું વેચાણ કરતા ૭૩૭ની ધરપકડ કરવામાં આવી છે. અને ૬૫૦ વાહન ડીટેઇન કરવામાં આવ્યા છે.

પેડક રોડ અને કુબલીયાપરામાંથી ત્રણ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ચુનારાવાડમાંથી એક શખ્સને થોરાળા પોલીસે, ભક્તિનગર પોલીસે એક શખ્સની સુતા હનુમાન મંદિર પાસેથી ધરપકડ કરી છે. સાત હનુમાન મંદિર, પટેલ વિહાર, બેડી ગામ, ગૌવરીદળ અને જીઆઇડીસીમાંથી ૧૧ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. કોઠારિયા રોડ, ઠેબચડા અને બ્રહ્માણી હોલ પાસેથી દસ શખ્સોની આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. નાના મવા રોડ, નૂતનનગર અને મવડી રોડ પરથી નવ શખ્સોની ધરપકડ કરી છે. એનસીસી ચોક, જંકશન પ્લોટ અને ભીસ્તીવાડ ચોકમાંથી પાંચ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. ભોમેશ્ર્વર ફાટક, ગાંધીગ્રામ અને ઇન્દિરા સર્કલ પાસેથી ત્રણ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. જીનીયસ સ્કૂલ પાછળ, પાટીદાર ચોક, નંદનવન રોડ, મોટા મવા અને વાવડી પાસેથી દસ શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. મુંજકા પાસેથી એક શખ્સને યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી ૩૦૦ જેટલા વાહન ડીટેઇન કરવામાં આવ્યા છે.

લોક ડાઉનનો ભંગ કરી કાલાવડ રોડ પર દેશી દારૂનું વેચાણ કરતા મુકેશ માલદે ઘેડીયા, ચના ઠાકરશી ચનુરા અને મુળુ ધીરૂ મદુરીયાને દેશી દારૂ સાથે તાલુકા પોલીસે અને માલધારી સોસાયટીના કિશોર ધનજી વાઘેલાને બી ડિવિઝન પોલીસે દારૂ સાથે ધરપકડ કરી છે. જીનિયસ સ્કૂલ પાછળથી સિરાજઅલી મહેરઅલી સીંધવાણી નામના શખ્સોને પાન-બીડી અને સિગારેટનું વેચાણ કરતા ધરપકડ કરાઇ છે. જામનગર રોડ પર ભોમેશ્ર્વર ફાટક પાસેથી જુણેજા પાનની દુકાને પાન-ફાકીનું વેચાણ કરતા અબ્દુલ સુમાર જુણેજાની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ગાંધીગ્રામ શેરી નંબર ૫(અ)માં રહેતા ધમેન્દ્ર અમૃતલાલ પઢીયાર પોતાના ઘરે ફરસાણ બનાવી વેચાણ કરતા પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણીમાં ચાર, લોધિકામાં ૧૫, ધોરાજીમાં ૨૦, જામ કંડોરણામાં ૫, જેતપુરમાં ૩૩, વિરપુરમાં ૭, ગોંડલમાં ૧૧, પડધરીમાં ૬, ઉપલેટામાં ૧૩, ભાયાવદરમાં ૯, પાટણવાવમાં ૭, જસદણમાં ૭, ભાડલામાં ૧૦, આટકોટમાં ૨ અને શાપરમાં ૧૮ શખ્સોની પોલીસે જાહેરનામાનો ભંગ કરતા ધરપકડ કરી છે.

જામનગરમાં ૫૫૦, બોટાદમાં ૩૪, દ્વારકામાં ૫૪, સોમનાથમાં ૩૦, સુરેન્દ્રનગરમાં ૫૦, જૂનાગઢમાં ૯૧ અને મોરબીમાં ૯૧ શખ્સની ધરપકડ કરી છે.

ધ્રાંગધ્રા ડિવિઝનમાં લોકડાઉનના પગલે નકામી રખડપટ્ટી કરતાં ૧૪ લોકો સામે કાર્યવાહી

સમગ્ર દેશ અને લગભગ વિશ્વ સહિત કોરોના જેવી ઘાતક બિમારીને ભરડામાં આવી ગયુ છે ત્યારે એક સમયે સમૃધ્ધ ગણાતા ભારત દેશમાં પણ કોરોનાનુ ગ્રહણ લગભગ લાગી ચુક્યુ છે જેને લઇને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ દિવસથી સમગ દેશો લોકડાઉન કરી નાખ્યો છે ત્યારે લોકડાઉનના આદેશ છતા પણ હજુ કેટલાક લોકો બિમારીની ગંભીરતાને ધ્યાને નથી લેતા અને કામ વગર ઘરની બહાર નિકળતા દેખાય છે ત્યારે આવા રખડપટ્ટી કરનારાઓ દરેક જીલ્લા મા જોવા મળે છે જેને લઇને હવે પોલીસ તંત્ર પણ આકરા પાણીએ છે આ તમામ રખડપટ્ટી કરનારાઓ પર પોલીસે પૂરા આત્માનો શકંજો કરવાનો શરુ કરી દીધો છે. ધ્રાંગધ્રા ડિવીઝનમાથી જાહેરનામાના ભંગ કરનારની સંખ્યા. ધ્રાગધ્રા સીટી-૩ તથા વાહન ડિટેઈન-૬, ધ્રાગધ્રા તાલુકા-૨ તથા વાહન ડિટેઈન-૨,  માલવણ-૧ તથા વાહન ડિટેઈન-૩,  પાટડી-દશાડા-૧ તથા વાહન ડિટેઇન-૪, ઝીંઝુવાડા-૭ અને વાહન ડીટેઇન-૩.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.