Abtak Media Google News

બોલીવુડના ફેમસ સિંગર અરિજિત ને આપણે સૌ જાણીએ છીએ જે પોતાના ગીતો દ્વારા લોકોને ભાવુક કરે છે. કોઈ પણ ભાષાના ગીત હોય તે પછી અંગ્રેજી, હિન્દી કે ગુજરાતી દરેક ભષામાં તે લોકોના મન મોહી લે છે ત્યારે અમદાવાદમાં અરિજિત આવીને લોકોને ડાકલાની મોજ કરાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં અરિજિતનો કોન્સર્ટ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા ઉમટ્યા હતા. અમદાવાદના વીઆઈપી રોડ શેલા એક્સ્ટેંશન પર આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. અરિજિત  દ્વારા અહીં અનેક ગીતો ગાઈને પોતાના ફેન્સને મંત્ર મુગ્ધ કર્યા હતા. તેમાં તેણે ગુજરાતી ડાકલા સંભળાવીને કોન્સર્ટમાં જમાવટ કરી દીધી હતી.

અરિજિત સિંઘે હું “હું તને વિનવું ખોડીયાર માં” ડાકલા ગાઈને લોકો અમદાવાદના લોકોની આ સાંજને યાદગાર બનાવી દીધી હતી. લોકો તેમની સાથે જોડાઈને ડાકલામાં જુમ્યા હતા. ખાસ કરીને અરિજિત  અમદાવાદમાં હતો તે જાણે છે કે ગુજરાતની જનતા હંમેશા ગરબા પ્રિય જનતા છે. કોઈ પણ ખુશીનો માહોલ હોય ગુજરાતીઓ ગરબા ભૂલતા નથી ત્યારે અરિજિત પણ ગુજરાતની જનતા સામે ડાકલા ગાઈને ખુશ-ખુશાલ કરી દીધા હતા.

https://www.instagram.com/reel/CmoByKiMj8h/?igshid=YmMyMTA2M2Y=

બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર અરિજિત સિંહે તેના સુરીલા અવાજ અને રોમેન્ટિક પ્રેમ (ગીતોથી કરોડો ચાહકોના દિલો પર રાજ કર્યું. પરંતુ, તેના સ્ટારડમ અને લોકપ્રિયતા હોવા છતાં, અરિજિત અત્યંત ડાઉન ટુ અર્થ જ હોય છે. અરિજિત સિંઘે ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજુમાં પણ એક રોમેન્ટિક ગીત ગયું હતું જેનું નામ છે સતરંગી રે…આ ઉપરાંત અરિજિતે લવની ભવાઈના ગીતો પોતાના બીજા કોન્સર્ટમાં ગાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.