Abtak Media Google News

ગ્રાહકો પર ઈએમઆઈનો બોજો હળવો થશે  રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સતત ચોથી વાર રેપો રેટ ૬ ટકાના સ્તરે યથાવત રાખ્યો છે

આગામી ૧ એપ્રિલથીજૂની હોમ અને ઓટો લોનના વ્યાજદરમાં ઘટાડો થવાની આશા છે. આથી ગ્રાહકો પર ઈએમઆઈનો બોજો હળવો થશે.

રીઝર્વ બેંકે સતત ૪ થી વાર રેપો રેટ ૬ ટકાના સ્તરે યથાવત રાખ્યો છે. જો કે વ્યાજદરમાં ઘટાડો નહી કરવા પાછળ આરબીઆઈએ ટાર્ગેટ કરતા ઉંચા રીટે ફૂગાવા અને રાજકોષીય ખાધના ઉંચાક પ્રમાણને કારણભૂત ગણાવ્યા છે.

આરબીઆઈ પોલીસીની અસર

આ સિવાય સળંગ ૬ દિવસના કરેકશન બાદ સેન્સેકસ એક તબકકે ઈન્ટ્રા-ડે ૪૭૦ પોઈન્ટ સુધર્યો હતો. પરંતુ આરબીઆઈ પોલીસી જાહેરાત બાદ સતત ઘટાડાના કારણે સુધર્યા મથાળેથી ૫૮૩ પોઈન્ટનું ગાબડુ નોંધાવ્યું હતુ જો કે છેલ્લે ૧૧૩.૨૩ પોઈન્ટ ૩૪૦૮૨.૭૧ પોઈન્ટ બંધ રહ્યો હતો.૨૦૧૬ પહેલા હોમલોન અને ઓટોલોન લેનારા લોનધારકો માટે રાહતના સમાચાર છે.

અત્યારે ‘ઘરનું ઘર’ હોવું એ પહેલું સુખ છે. કેન્દ્ર સરકાર પણ દરેકને ઘરના ઘરનું સપનું સાકાર કરવા કટીબધ્ધ છે. આથી જ એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ અમલી બનાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આઉટ પણ આરબીઆઈ એ નિર્દેશ આપ્યો હતો કે હોમ લોન સસ્તી હશે ટૂંકમાં રીઝર્વ બેંકે રેપો રેટ ૬ ટકા જાળવી રાખતા આ શકય બનશે. લોનધારકો પર મંથલી ઈન્સ્ટોલમેન્ટ ભરવાનો બોજો હળવો થશે.હોમ લોન સસ્તી થવાનો લાભ એપ્રિલ ૨૦૧૬ પહેલા લોન લેનારા લોધારકોને મળશે એકંદરે, બેંકો જૂના લોન ધારકોને લોન સસ્તી કરી દેશે તો તે મસમોટા ઈન્સ્ટોલમેન્ટ ભરતા લોકોને થોડી રાહત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.