Abtak Media Google News

શ્રીલંકન પૂર્વ કેપ્ટ્ન અર્જુન રણતુંગાએ ટિમ ઇન્ડિયા અને BCCIની ટીકા કરતા જણાવ્યું હતું કે ભારતની B ટિમને શ્રીલંકા ટુર પર મોકલવી એ અમારા માટે અપમાન જનક છે. સાથે તેણે શ્રીલંકન ક્રિકેટ બોર્ડની ટીકા કરતા જણાવ્યું હતું કે બોર્ડે આ ટિમ ને યજમાની માટે મંજૂરી કેમ આપી ? એ પણ મારા માટે આશ્ચર્યજનક છે. કોઈ પણ ટિમના કેપ્ટ્ન બીજી ટિમ માટે આવી તુલના કરે તે સમગ્ર ક્રિકેટ જગત માટે નીચું જોવા જેવું થાય. ત્યારે આ પૂર્વ કેપ્ટ્ને ટિમ ઇન્ડિયા ની ટીકા કરતા પોતાના ચાહક વર્ગમાં પણ છાપ ખરાબ કરી છે 1996 માં શ્રીલંકાના કેપ્ટ્ન રહી ચુક્યા છે અર્જુન રણતુંગા.
13 જુલાઈએ બંને દેશો વચ્ચે કોલંબોમાં વનડે અને T-20 સિરીઝ શરૂ થશે.
Arjuny

2 વર્ષ પહેલા સરકારી મંત્રી રહેલા પૂર્વ કેપ્ટન રણતુંગાએ પોતાના ઘરે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે ઈન્ડિયાની B ટીમ પર નિશાન સાધ્યું હતું. રણતુંગાએ કહ્યું કે આ જુનિયર ઈન્ડિયન ટીમ છે અને આ અહીંયા ટૂરમાં આવી છે તે અમારા માટે અપમાન જનક છે.

હું ટીવી માર્કેટિંગની જરૂરિયાતોને પૂરી કરવા માટે એમની સાથે રમવા તૈયાર થનાર શ્રીલંકન બોર્ડને પણ આ અંગે દોષી ઠેરવું છું. ઈન્ડિયાએ પોતાની શ્રેષ્ઠ ટીમ ઈંગ્લેન્ડમાં મોકલી છે અને નબળી ટીમને અહીંયા મોકલી દીધી છે. હું આના માટે બોર્ડને દોષી માનું છું.

Shikhar

શ્રીલંકા ટુર શરુ થનાર છે ત્યારે તેમાં ટિમ ઇન્ડિયાના 6 ખેલાડીઓ ડેબ્યુ કરી રહ્યા છે જેમાં સિનીયર ખેલાડીઓની ગેરહાજરીમાં ધવનની કેપ્ટનશિપ હેઠળ ભારતની ટીમ શ્રીલંકા ટૂર પર ગઇ છે. આ ટીમમાં દેવદત્ત પડ્ડિકલ, કૃષ્ણપ્પા ગૌતમ, ઋતુરાજ ગાયકવાડ, નીતીશ રાણા, વરૂણ ચક્રવર્તી અને ચેતન સાકરિયા ઈન્ડિયન ટીમમાં ડેબ્યૂ કરશે.

રણતુંગાએ આની સાથે શ્રીલંકાના ખરાબ ફોર્મ અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે ટીમની ગેમ ઘણી ખરાબ છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ વનડે સિરીઝમાં હાર્યા પછી હવે ઈંગ્લેન્ડે તેમણે T-20 સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. ઈંગ્લેન્ડ ટૂરમાં ગયેલા 3 ખેલાડીઓએ બાયો-બબલનો પણ ભંગ કર્યો હતો, જેથી તેમને સસ્પેન્ડ કરીને ભારત દેશ મોકલી દેવાયા હતા. જ્યારે હું બોર્ડનો હેડ હતો ત્યારે આવું નહોતું થતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.