Abtak Media Google News

કોઇપણ પ્રકારની બીજી એપ્લીકેશનનો ઉપયોગ કર્યા વગર માત્ર ત્રણ સ્ટેપના સેટીંગથી વોટસએપના મેસેજ ‘છુપી રીતે’વાંચી શકાશે

સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, સ્નેપચેટ, ટવીટર, ગુગલ વગેરેમાંથી આપણે સરળતાથી લોગ આઉટ થઇ શકીએ છીએ. વાત કરીએ વોટસએપની તો વોટસએપમાં આવેલા મેસેજો આપણે વાંચી લઇએ એટલે મોકલનારને રીડ નોટીફીકેશન (બ્લુટીક) બતાવે છે. પરંતુ મેસેજ આપણે વાંચી લઇએ તો પણ મોકલનારને ખબર ન પડે અથવા તેને બ્લુ ટીક ન બતાવે તે માટે વોટસએપમાંથી લોગ આઉટનો કોઇ વિકલ્પ નથી. તેથી ફરજીયાત પણે વોટસએપને ડીલીટ કરી રીઇન્સ્ટોલ કરવું પડે. પરંતુ આમ ન કરવું હોય તો? એટલે કે વોટસએપને ડીલીટ કર્યા વગર જ અદ્રશ્ય રહી આવેલા મેસેજ વાંચવા હોય તો? તો ચાલો તેની એક ટ્રીક જાણીએ.

નેટ ચાલુ કરી અને વોટસએપ ખોલતાની સાથે જ આવેલા મેસેજો જેવા વાંચી લઇએ કે તરત જ સામે વાળા મોકલનારને બ્લુટીક બતાવી દે છે પરંતુ આમ ન થવા દેવું હોય તો ઘણી એપ્લીકેશન ડાઉન લોડ કરવી  પડે છે. પરંતુ ઘણાં લોકો અજાણ છે કે એકેય પ્રકારની એપ્લીકેશન ડાઉન કર્યા વગર માત્ર સેટીંગ કરી અદ્રશ્ય અથવા છુપી રીતે વોટસએપના મેસેજો વાંચી શકો છો.

આ માટે માત્ર સ્ટેપનું સેટીંગ કરવું જરૂરી છે. સૌ પ્રથમ વોટસએપમાંથી આવતા મેસેજો અને કોલ્સ માટેની રીંગટોન ડીસએબલ કરવાની રહેશે. જણાવી દઇએ કે રીંગટોન ને ડીલીટ કરવાનો વોટસએપમાં કોઇ ઓપ્શન નથી આ માટે તમારે તમારા ફોનના ડિફોલ્ટ સેટીંગમાં જ કરવું પડશે. અને જો આ રીતે ડીફોલ્ટ સેટીંગ ન થાય તો તમારો ફોન સાયલન્ટ મોડમાં રાખો વોટસએપમાં જઇ સેટીંગ ખોલી નોટીફીકેશનમાં સાયલન્સ રીંગટોન પર કલીક કરો.

ત્યારબાદ બીજા સ્ટેપમાં વોટસએપના નોટીફીકેશન બંધ કરો ફોન શેટીંગમાં જઇ એપ પર કલીક કરી એપનું લીસ્ટ ખોલી તેમાં વોટસએપ  સીલેકટ કરી તમામ નોટીફીકેશન બંધ કરી દો જેનાથી વોટસએપ ખોલ્યા વિના તમને ખબર જ નહી પડે કે તમારા વોટસએપમાં મેસેજ આવ્યા છે કે કેમ? ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં વોટસએપની નોટીફીકેશન લાઇટ બંધ કરી આ માટે વોટસએપમાં જઇ સેટીંગ ખોલી નોટીફીકેશમા જઇ લાઇટ સીલેકટ કરી નોન પર કલીક કરવાનું રહેશે. આ ત્રણ સ્ટેપના સેટીંગથી તમે વોટસએપ મેસેજ જાણી અને વાંચી શકશો પણ એ સામેવાળા મોકલનારને ખબર પડશે નહિ એટલે કે તમે છુપી રીતે વોટસએપના મેસેજો વાંચી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.