Abtak Media Google News

પ્રવાસન વર્ષમાં સમાવેશ થયા બાદ પણ મંદિરની જાળવણી થતી નથી: મંદિરની જાળવણી પ્રચાર અને પ્રસાર થાય તો પ્રવાસીઓ આવી શકે

આમ તો સુદામા પુરી નામ હતું આ શહેરનું. પરંતુ હર્ષદ માતાએ આવીને આ સ્થળે પોરો ખાધો ત્યારથી આ શહેરનું નામ પોરબંદર થયું છે. અહીં પોરાઈ માતાનું મંદિર પણ આવેલ છે. પરંતુ આવા મહત્વના મંદિરની જાળવણી કે પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવતો નથી. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ.

પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં પોરાઈ માતાળનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે હર્ષદ માતા ઉજ્જૈન જતા હતા તે વખતે માતાળએ પોરબંદરના આ સ્થળ પર પોરો ખાધો હતો, જેથી આ શહેરનું નામ પોરબંદર પડ્યું છે. આ મંદિરનો પૌરાણિક ઇતિહાસ રહ્યો છે. જે રીતે દરેક શહેરનું નામ અને તેનો ઇતિહાસ પ્રાચીન હોય છે એ જ રીતે આ પોરબંદર શહેરનો ઈતિહાસ પણ ખુબ જુનો છે. ઈતિહાસવિદો  માને છે કે ઈસવીસન 990 માં શ્રાવણી પૂનમના દિવસે પોરબંદરનું તોરણ બંધાયું હોવાથી રક્ષાબંધન એ પોરબંદરનો સ્થાપના દિન છે. હરિસિધ્ધ માતાળ એ અહીયા પોરો ખાધો હોવાથી પોરાઈ માતાળ તરીકે તેઓ પ્રિસિદ્ઘ પામ્યા છે. પરંતુ અંદાજે ર00 વર્ષ કરતાં વધુ જૂના આ મંદિરનો પૂરતો પ્રચાર-પ્રસાર થયો નથી તેમજ વિકાસ પણ જોઈએ તેવો થયો નહી હોવાથી આ મંદિરે પ્રવાસીઓ આવતા નથી.

જેના પરથી શહેરનું નામ પોરબંદર પડ્યું છે તે પોરાઈ માતાળના મંદિરનો વિકાસ કરવામાં તંત્ર્ાની ઉદાસીનતા નજરે ચડે છે. મંદિરમાં હાલ કોઈ દર્શનાથર્ે આવતું નથી. આ મંદિરની છત જર્જરીત થઈ ગઈ છે, જેમાંથી વરસાદી પાણી ટપકે છે. મંદિરમાં ભૂતકાળમાં બાળાઓ નવરાત્ર્ાીના સમયે રાસ ગરબા રમતી હતી. મંદિર નળક જગ્યા પણ આવેલ છે. વષ્ર્ા ર006 માં પ્રવાસન વર્ષમાં આ મંદિર આવરી લેવામાં આવ્યું છે. જો કે તંત્ર્ા દ્વારા અહી કોઈ સાઈન બોર્ડ, દિશા સૂચક નિશાનીઓ લગાવવામાં આવી નથી. કેટલાક લોકોને આ મંદિર વિશે ખબર પણ નથી. મંદિરના પટાંગણમાં લાઈટ સહિત બ્લોકની સુવિધા, છતનું સમારકામ  કામ, સામેના રૂમનું સમારકામ, બગીચા, બાળકો માટે મનોરંજનના સાધનો અને બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી બની ગઈ છે. જેથી અહી પોરબંદરવાસીઓ તથા પ્રવાસીઓ આવતા થાય અને મંદિરના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે તે પ્રકારના પ્રોજેકટ બનાવી મંદિરનો વિકાસ કરવો જોઈએ. પરંતુ હાલ આ મંદિરના વિકાસ કરવામાં તંત્ર્ા ઉણુ ઉતયુઁ છે. અહી પૂજારી વૃદ્ઘા ને વેતન પણ આપવામાં આવતું નથી,

પોરબંદર શહેરનો સવાઁગી વિકાસ થયો હોવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ પોરબંદર શહેરનું નામ જેના ઉપરથી પડ્યું છે, તે પોરાઈ માતાળના મંદિરનું વરસોથી વિકાસથી વંચિત છે. આથી રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.