Abtak Media Google News

પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી જેવી મરણમૂડી કયાં રોકવી અને હેલ્થ ઇસ્યુ માટે વર્કશોપમાં તાલીમ અપાય છે.

નિવૃત્તિને કાંઠે બેઠેલાને કેવી રીતે ખાનગી કં૫નીઓ મદદ‚પ થાય છે ? તે જાણવું રસપ્રદ થઇ પડશે.મુંબઇમાં એક બિઝનેશ ક્ધસલ્ટન્સીના વાઇસ પ્રસીડેન્ટ પૂજાબેન શાહ  અત્યારે બાવન વર્ષના છે અને તેઓ નિવૃત્ત થવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે હજુ તાજેતરમાં જ તેમનો પર મો બર્થ ડે ઉજવ્યો ત્યારે ઓફીસમાં જ કેક કાપીને સહકર્મીઓ સંગ પાર્ટી આપી હતી. તેઓ રીટાયરમેંટ બાદ ફાઇનાન્સીયલ પ્લાનીંગ અને હેલ્થ ઇસ્યુ માટે જરાય ફિક્રમંદ નથી કેમ કે તેમની આ પ્રાઇવેટ ફર્મ તેમને બધી જ વ્યવસ્થા છે. બધુ સેટલમેંટ કરી દેવાની છે. તેઓ ઇન્ડિયા ઇન્ક નામના એચ.આર. પોલીસી ઘડી આપની અને તેને લગતી સેવાઓ આપતી કંપનીમાં કામ કરી રહ્યા છે. છતાં તેમને રીટાયરમેન્ટ પછીના જીવનની ચિંતા કરવાની જ‚ર નથી. કેમ કે હવે નિવૃત્તિને કાંઠે બેઠેલાને ખાનગી કં૫નીઓ મદદ‚પ થવા લાગી છે.

ભારતમાં હવે અમેરીકાની માફક રીટાયર થતાં કર્મચારીઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. જેથી તેમને ફાઇનાન્સ અને હેલ્થ મામલે મદદ થઇ શકે. અમેરીકામાં ૫૮ થી ૬૦ વર્ષની વયના સીનીયર સીટીઝનો માટે આવા હેલ્થફૂલ વર્કશોપ યોજાતા હોય છે.આમ છતાં ૬૫ વર્ષ સુધીના લોકો આવા વર્કશોપનો હિસ્સો બની શકે છે.

ટેક મહિંદ્રા શું કરે છે ?

ટેક મહિંદ્રા નામની ખાનગી કંપનીએ ધ એમ્પ્લોયી આસીસ્ટન્સ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. જેમાં ઓનલાઇન કાઉન્સેલીંગ પ્રોસેસ છે અને તમામ માહિતી ગોપનીય એટલે કે ગુપ્ત રાખવામાં આવે છે. આમા લાઇફ કોચ અથવા રીટાયરમેન્ટ પછી કેરીયર ગુરુ તેમને ફાઇનાન્સીયલ સેટલમેંટ અને

હેલ્થ વિશે સલાહ કે માર્ગદર્શન આપે છે.

સીમેન્સ ઇન્ડિયા કઇ રીતે કરે છે મદદ?

સીમેન્સ ઇન્ડિયા નામની પ્રાઇવેટ લિમિટેડ કંપની પણ કર્મચારીઓ માટે વર્કશોપ યોજીને રીટાયરમેન્ટ પછી શું તે વિશે માહીતી આપે છે. તેમના ઉજળા ભવિષ્ય વિશે ટિપ્સ આપવામાં આવે છે.

 આઇ.ટી.આઇ. ફોર્બ્સ માર્શલ, આર.પી.જી. એન્ટ્રપ્રાઇઝ પણ વહારે આવી

આ સિવાય આઇ.ટી.સી. ફોર્બ્સ ર્માશલ, આર.પી.જી. એન્ટરપ્રાઇઝ  વિગેરે કંપનીઓ પણ નિવૃત્ત થતા કર્મચારીઓ અને તેના સ્પાઉસને વર્કશોપમાં તેમની મરણમૂડી કયાં રોકવી, કેમ વાપરવી વિગેરે વિશે સલાહ આપીને તેમનું ઘડપણ સુધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.