Abtak Media Google News

મકરસંક્રાંતિ એટલે નવા વર્ષનો પહેલો તહેવાર જે ભારતના વિવિધ રાજ્યોમાં ઉજવવામાં આવે છે. પરંતુ દરેક રાજયમાં મકરસંક્રાંતિની ઉજવણી જુદી જુદી રીતે થાય છે. તો આવો જાણીએ ક્યાં રાજયમાં કઈ ખાસ રીતે ઉજવાય છે ઉતરાયણ…??

ગુજરાત…

ડિસેમ્બરની શરૂઆતથી જ ગુજરાતમાં પતંગનો માહોલ છવાઈ જાય છે. અને બે દિવસના ઉતરાયણના તહેવારમાં ગુજ્જુ લોકો પતંગ ઉડાળી અને બીજાની પતંગ કાપીને મજા કરે છે સાથે સાથે “કાઇપો છે”, “ લપેટ” જેવા શબ્દોથી માહોલ છવાયેલો રહે છે. પતંગ ઉડાડવા સિવાય 14-15 જાન્યુઆરીના દિવસે ઊંધિયું અને ચીકી ખાવાનું પણ મહત્વ રહેલું છે. ગુજરાતમાં અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ અને જામનગરમાં ઉતરાયરની ખાસ ઉયજ્વ્નિ કરવામાં આવે છે.

દિલ્લી-હરિયાણા…

અહી આ તહેવારના દિવસે ભય તેની પરણિત બહેનના ઘરે તેના પરિવાર  માટે ગરમ વસ્ત્રો લઈને જાય છે. બહેનાં પણ વિવિધ જાતના પારંપારિક વ્યંજનો બનાવી ભાઈને પ્રેમથી જમાડે છે અને તેને પણ ભેટ આપે છે. જેને “મનન” તરીકે ઓળખવામાં આવે છે.

પંજાબ…

પંજાબમાં મકરસંક્રાંતિનો તહેવાર માઘી તરીકે ઉજવાય છે અને ખાસ તો એ લડવૈયાઓની યાદમાં અને આખું વાર્ષ સુખ શાંતિ, સમૃધ્ધીભર્યું રહે તેવી શુભકમના કરવામાં આવે છે અને તે સમયે ખાસ તલના તેલના દીવા કરવામાં આવે છે. આ દિવસે ખીર અને શેરડીના રસનું ખાસ મહત્વ રહેલું હોય છે.

તમિલનાડું…

તામિલનાડુમાં મકરસંક્રાંતિનો ચાર દિવસનો ઉત્સવ ઉજવાય છે. દરેક દિવસને કઈક ખાસ રીતે ઉજવાય છે. અને તે થઈ પોંગલ તરીકે પ્રખ્યાત છે.

મહારાષ્ટ્ર…

મહારાષ્ટ્રમાં મકરસંક્રાંતિના દિવસે વિવિધ રંગી હલવો, તલના લાડુ, પુરણ પૂરીનું ભોજન લ્યે છે. આ ઉપરાંત તલગોળના લાડુ એકબીજાને ખવડાવી મીઠું મોઢું કરાવે છે.

હિમાચલ પ્રદેશ…

હિમાચલ પ્રદેશના શિમલામાં મકરસંક્રાંતિને માઘ સાજી તરીકે ઉજવાય છે. સજી એસંક્રાંત માટેનો પહાડી શબ્દ છે. જે માવા મહિનાની શરૂઆત દર્શાવે છે. આ દિવસે લોકો બધાના ઘરે જાય છે અને ઘી ખીચડીનું જમણ જામે છે.

ઓડિશા…

ઓડિશમાં આ ફરવા પર પહેલી લનનીના ઉતરેલા ચોખા ચૂલા પર રાંધવામાં આવે છે, જેમાં કેળાં ,ટોપરું, તલ,રસગુલા વગેરેના નિવેધ બનાવાય છે. અને ખાસ મિત્રતા માટે પણ આ તહેવાર ઉજવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.