Abtak Media Google News

કોર્પોરેશન દ્વારા અલગ અલગ યોજના અંતર્ગત શહેરમાં વિવિધ વિસ્તારમાં આવાસ બનાવવમાં આવી રહ્યાં છે પરંતુ એક યા બીજા કારણોસર અનેક આવાસો ખાલી પડ્યા છે. આવાસ યોજના વિભાગને લગતા 12 મુદ્દાઓ સાથે વિરોધ પક્ષના નેતાએ કમિશનર પાસે માહિતી માંગી છે. સાથે સાથે ખાલી રહેલા આવાસો તાત્કાલીક અસરથી વેઈટીંગમાં હોય તેવા લાભાર્થીને ફાળવી દેવા પણ રજૂઆત કરી છે.

મ્યુનિસિપલ કમિશનર 12 મુદ્દાઓ સાથે આવાસ યોજના માહિતી માંગતા વિપક્ષીનેતા શ્રીમતી ભાનુબેન સોરાણી

કોર્પોરેશનના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન પ્રવીણભાઈ સોરાણી દ્વારા મ્યુનિસિપલ કમિશ્નર પાસેથી આવાસ યોજના વિભાગની માહિતીની વિગતો માંગવામાં આવી છે.

મહાપાલિકા દ્વારા કેટલા વર્ષ થી આવાસ બનાવવાનું કામ કરવામાં આવે છે ? આજદિન સુધી કેન્દ્ર સરકાર દ્વારા કેટલા આવાસો બનાવવામાં આવ્યા છે ? ક્યારે અને કઈ જગ્યાએ? કઈ યોજના ? કેટલા આવાસ ? હાલ કેટલા ખાલી ? આજદિન સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલા આવાસો બનાવવામાં આવ્યા છે ? ક્યારે અને કઈ જગ્યાએ? કઈ યોજના ? કેટલા આવાસ ? હાલ કેટલા ખાલી ? ક્યારે અને કઈ જગ્યાએ? કઈ યોજના ? કેટલા આવાસ ? હાલ કેટલા ખાલી ? કઈ કઈ આવાસયોજના બનાવવા માટે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું ?

કઈ જગ્યાએ થી ફોર્મનું વિતરણ કરાયું ? ફોર્મ વિતરણ કરનારને કેટલું કમીશન આપેલ છે ? કેટલા ફોર્મ છપવવામાં આવ્યા છે ? કેટલા ફોર્મ વહેંચણી કરાયા છે ? કેટલા ફોર્મ પરત આવેલા છે ? કેટલા ફોર્મ રીજેક્ટ થયેલા છે ? વેઈટિંગ કેટલું ? કેટલા લોકોની ડીપોઝીટ જમા છે ? સરકારની અને કેન્દ્ર સરકારની કઈ કઈ આવાસયોજના હસ્તક કરવામાં આવેલ છે ? ક્યારે ? કેટલા આવાસો ?  વર્ષ 2019 થી કેટલા આવાસ બનાવવાનું કામ ચાલુ છે ? વર્ષ 2019 પહેલા કેટલા આવાસો બનાવવામાં આવ્યા છે ? અને કેટલા ખાલી પડેલા છે ? કેટલા સમયથી ? બી.પી.એલ. કાર્ડ ધારકોને લાભ મળે તે માટે આવાસો બનાવવામાં આવેલ છે તેમાંથી હાલ કેટલા આવાસો ખાલી છે ? અને કેટલા લાભાર્થીઓને આવાસ મળેલ નથી ?

આવાસ યોજના વિભાગ દ્વારા આજદિન સુધીમાં કુલ કેટલા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે ? અને કેટલા પ્રોજેક્ટનું કામ બાકી છે ? તેના પ્રોગ્રેસ રીપોર્ટ આપવા જણાવ્યું છે. પી.પી.પી. પ્રોજેક્ટ હેઠળ કેટલી આવાસ યોજના ક્યાં બની છે તેની વિગતો આપવી અને કુલ કેટલું પ્રીમીયમ મળશે ? હાલ કેટલુ મળેલું છે ? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કેટલી યોજનાઓ ની ગ્રાન્ટ મળેલ છે ? કેટલી ગ્રાન્ટ મળેલ નથી ? અને કેટલી ગ્રાન્ટ મળવાની બાકી છે ? આ ગ્રાન્ટમાંથી કેટલી ગ્રાન્ટ વણવપરાયેલી છે ? તે તમામની નાણાકીય વિગતો આપવી. કુલ 12 મુદાઓની માહિતીની વિગતો શ્રીમતી ભાનુબેન સોરાણીએ મ્યુનીસીપલ કમિશ્નર પાસેથી માંગવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.