Abtak Media Google News

સમગ્ર જિલ્લામાં કેટલા તળાવ? કેટલા દવાખાના? પંચાયતોની મિલક્ત ઉપર  દબાણ કે  કબ્જા થયા છે  કે કેમ? તમામ ટીડીઓને  તલાટી પાસે   સર્વે કરી  રીપોર્ટ આપવા  તાકીદ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી  દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા જિલ્લા પંચાયત હસ્તકના તમામ મિલકતનો સર્વે કરી જરૂરિયાત જણાય તો યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું છે.

Advertisement

જે અન્વયે તળાવોનો સર્વે કરી, તેના લોકેશન સાથેના અક્ષાંસ રેખાંશની માહિતી સાથે તમામ વિગતો તલાટી કમ મંત્રી મારફત મેળવવા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને સૂચના આપવામાંવી હતી તેમજ આ અંગેનો અહેવાલ જિલ્લા પચાયત હસ્તકના સિંચાઈ વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

વધુમાં ગ્રામ પંચાયતો હસ્તક આવેલ તમામ મિલકતો જેવી કે પંચાયત ઘર, શાળા, પશુ દવાખાનું, કોમ્યુનીટી હોલ, ઢોર પુરાવાના ડબ્બા, ખળાવાડ, સ્મશાન, કબ્રસ્તાન, ગેસ્ટ હાઉસ પર કોઈપણ જાતનું દબાણ, પેશકદમી કે કોઈપણ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસરનો કબજો થયેલ અથવા જર્જરિત અવસ્થામાં છે કે કેમ તે અંગેની ચકાસણી તલાટી કમ મંત્રી  મારફત કરવા મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવેલ છે. અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવેલ છે.

મોરબી જિલ્લા પંચાયત હસ્તકના તમામ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર , પ્રાયમરી હેલ્થ સેન્ટર અને સબ સેન્ટરો વગેરે મિલકતો જર્જરિત અવસ્થામાં છે કે કેમ? તેની સ્થિતિ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ ચકાસવા સુચના આપવામાં આવેલ છે. આવી તમામ બાબતોના પરિપત્રો   દિગ્વિજયસિંહ ડી.જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી મોરબી દ્વારા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.