Abtak Media Google News

૨૦૧૧ની વસતી ગણતરીમાં દેશની વસતી કુલ ૧૨૧ કરોડ હતી જેમાં ૧૦ ટકા વધારો થયાની સંભાવના

૧લી માર્ચ ૨૦૨૧ના રોજ વસ્તી ગણતરી શરૂ થશે જેની જાહેરાત ગૃહમંત્રી દ્વારા ગુરુવારના રોજ કરવામાં આવી હતી. તેઓએ વિગત આપતા જણાવ્યું હતું કે, આ નિર્ણય સેકશન-૩, સેશન્સ એકટ ૧૯૪૮ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વસ્તી ગણતરીમાં જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડના અમુક વિસ્તારોને આમા સમાવવામાં નહીં આવે ત્યારે આ વસ્તી ગણતરી પૂર્વતર રાજયો માટે કઈ રીતે ગણતરીમાં લેવાશે તે પણ એક મુખ્ય પ્રશ્ર્ન સામે આવ્યો છે. કયાંકને કયાંક ગત ૨૦૧૧ની કુલ વસ્તી ભારત દેશની ૧૨૧ કરોડ હતી ત્યારે ૧લી માર્ચ ૨૦૨૧ના રોજ જે વસ્તી ગણતરી યોજાશે તેમાં વસ્તી વિસ્ફોટ થશે કે કેમ? તે પણ એક પ્રમુખ પ્રશ્ન ઉભો થયો છે.

નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં કહેતા હોય છે કે ‘મેરે સવા સો કરોડ દેશવાસીઓ’ ત્યારે ૨૦૨૧માં વસ્તીમાં કયાંક આંકડો ૧૩૦ કરોડ સુધી પહોંચે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે ત્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં જે વિસ્તારોને ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં સમાવવામાં નથી આવ્યા તેને ૧લી ઓકટોબર ૨૦૨૦ના રોજ વસ્તી ગણતરી યોજાશે ત્યારે વસ્તી તો દિન-પ્રતિદિન વધતી રહી છે પરંતુ જે દેશના નવયુવાનો છે તેના માટે રોજગારી પણ એક મુખ્ય પ્રશ્ર્ન તરીકે સામે આવી રહ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે, વસ્તી ગણતરીની સાથોસાથ બેરોજગારોને સરકાર રોજગારી પુરી પાડે તે પણ ખુબ મહત્વનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.