Abtak Media Google News

હસ્તમૈથુનને લઇને અનેક કલ્પનાઓ અને ચર્ચાઓ ચાલી આવી છે. પરંતુ જો એક શારિરિક વ્યવહાર છે. પરંતુ માનસિક અને શારિરિક સ્વાસ્થ્ય માટે કેવા પ્રકારનું હસ્તમૈથુન સુરક્ષિત છે. અને કઇ કક્ષાએ કુટેવનું સ્વરુપ ધારણ કરે છે. જે પુરુષ માટે જાણવું જરુરી બને છે.

Advertisement

– શું તમે તમારી જાતને નુકશાન પહોંચાડો છો….?

હસ્તમૈથુન સમયે પુરુષ જ્યારે વધુ એક્સાઇટ બને છે ત્યારે પોતાની જાત પર જ હાવી થઇ જાય છે અને પોતાના શરીરને જ નુકશાન પહોંચાડવા લાગે છે જેમાં તેના પેનીસ પર પણ વધુ દબાણ આવવાથી એક પાલની રચનાં થવા લાગે છે જે એક ગંભીર સમસ્યાનું સ્વરુપ ધારણ કરે છે.

– ઘર, ઓફિસ કે કોલેજથી ભાગવાનું શરુ કરો છો…?

હસ્તમૈથુનની લત જ્યારે લાગે છે ત્યારે તમે કોલેજના મહત્વના ક્લાસ બંક કરવા લાગો છો, અથવા ઓફિસની ખાસ મિટિંગ પણ એવોઇડ કરી ઓફિસના મેન્સરુમમાં પોતાની જાતનાં સંતોષ માટે હસ્તમૈથુન કરવામાં વ્યસ્ત છો જે ચેતવણી આપે છે કે આ બાબત પર હવે કંટ્રોલની જરુર છે.

– સ્ખલન સમયે ઉભી થતી મુશ્કેલી…..

જે ચોક્કસ પરિસ્થિતિમાં હસ્તમૈથુન સમયે તમારી ઉત્તેજના દ્વારા સ્ખલન થતુ હોય તેવી જ પરિસ્થિતિ તમારા પાર્ટનર સાથેના સમાગમ સમયે થાય તે જરુરી નથી.

બંને સાથીનું ઇન્ટકોર્ષ દરમિયાન સ્ખલ થાય એ જરા મુશ્કેલ પરિસ્થિતિ છે.

– તમે શું વિચારો છો….?

જ્યારે એક કક્ષાએ પહોંચી તમે માનો છો કે હસ્તમૈથુન એ વસ્તુ છે જે તમે વિચારો છો એ જ છે તે પરિસ્થિતિ ખરેખર ગંભીર કહેવાય. જે તમારા વર્તન વ્યવહારને પણ ભારે પડે છે. હસ્તમૈથુનને તમારી લાઇફ પર હાવી થત અટકાવવું જોઇએ.

– તમે તેને ઓછું કરવાની કોશિશ કરો છો પરંતુ નિષ્ફળ થાઓ છો.

એવી ટેવ જેના પર કંટ્રોલ કરવો રાખવો અશક્ય બન્યો છે. અને તમે તમારી જાતને હસ્તમૈથુન કરવાથ રોકી નથી શકતા એ ખરેખર તમારા માટે સારી બાબત નથી. પ્રયત્નો કરવા છતાપણ નિષ્ફળતા મળે છે ત્યારે સમય આવ્યો છે કે હવે તમારે યોગ્ય ઇલાજ અને નિષ્ણાંતની સલાહની જરુર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.