Abtak Media Google News

બીલ બનાવવા માટે વેપારીઓમાં મુંઝવણ હોવાથી આવક વેરા તંત્રએ જાગૃતિ ફેલાવવા વિચારણા હાથ ધરી

૧લી જુલાઈી જીએસટી લાગુ કરવાની કવાયત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. પરંતુ હજુ પણ જીએસટી બાબતે ઘણા પ્રશ્ર્નો લોકોને મુંજવી રહ્યાં છે. સરકાર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા બાબતે પુરતો પ્રયાસ યો ન હોવાના કારણે જીએસટીની અમલવારી બાદ પણ વેપારીઓને પ્રશ્ર્નો નડે તેવી પૂરી સંભાવના છે. તેમાં પણ સૌી વધુ બીલ કઈ રીતે બનાવવા તેના પ્રશ્ર્નો લોકોને સૌી વધુ સતાવી રહ્યાં છે. જીએસટીના કાયદામાં ઘણી બધી ગુચવણો પણ હોવાી એક વખત કાયદો લાગુ યા બાદ શું પગલા ભરવા તેની રાહ જોવાઈ રહી છે.

જીએસટીમાં બીલ બનાવવા માટે સ્પષ્ટતાઓ પણ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, દરેક જીએસટી કરદાતાઓ પોતાની મરજીની ડિઝાઈનના બીલ બનાવવા સ્વતંત્ર છે, જીએસટીના કાયદા પ્રમાણે અમુક બાબતોનો સમાવેશ કરવો ફરજીયાત બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત માલના વેંચાણ અને પરત વાની બાબતે પણ જીએસટીમાં નિયમો બનાવવામાં આવ્યા છે. જીએસટી ટેકસ નેટવર્ક માટે માલનું પરિવહન કરનારને પણ બીલ સો રાખવું પડશે જેી પરિવહન દરમિયાન તેને જે તે સ્ળોએ દર્શાવી શકાય.

બીજી તરફ જે એકમોનું ટર્નઓવર દોઢ કરોડી વધુ હશે તેઓએ હિસાબ દરમિયાન બીલની કોપીઓ પણ દર્શાવવાની રહેતી હોવાી આ બાબતે ખાસ ધ્યાન આપવું પડશે. જો કે, ગ્રાહકોના સરનામા અને સીરીયલ નંબર દર્શાવવા ફરજીયાત કરવામાં આવ્યા ની. આ ઉપરાંત વેટ ઈન્વોઈસ ઈસ્યુ કરવામાં આવ્યું હોય તો અલગ બીલ બનાવવાની પણ જરૂરીયાત પણ રહેશે નહીં. આ રીતે બીલ બાબતે ઘણી છુટછાટો આપવામાં આવી છે તો બીજી તરફ કાયદાને અસરકારક બનાવવા માટે અમુક નિયમો વધારવામાં પણ આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.