Abtak Media Google News

એમ્બ્યુલન્સ કરતા ૧૬ મિનિટ વહેલા પહોચી દર્દીઓની ગંભીર પરિસ્થિતિ નોંધ એમિનીસ્ટેશનને આપતા ઝડપી સારવાર શકય

હાર્ટએટેકના દર્દીઓના જીવ બચાવવા માટે અમેયુલેન્સ તમારા સુધી પહોચે તેની પહેલા ડ્રોન પહોચીને નિરીક્ષણ રજૂ કરી શકશે એવું અમેરિકન મેડીકલ એસોશિએશનના જર્નલનો રીપોર્ટ જણાવે છે.

હાર્ટએટેક બાદ ગંભીર પરિસ્થિતિ નિવારણ માટે ડ્રોનની સરળતાથી વાપરી શકાય તેવી કીટના ઉપયોગ દ્વારા કાર્ડિયાકની પરિસ્થિતિનો કયાસ કાઢી ઉપયોગી સાબિત થશે એવું સ્વિડીશ સંશોધકો દ્વારા રીપોર્ટ રજૂ કરાયો છે.

આ પ્રકારના ડ્રોન ટેસ્ટની શરૂઆત સ્વિડનમાં કરવામાં આવતા તેના દ્વારા હોસ્પિટલની બહારનાં દર્દીઓની પરિસ્થિતિનો કયાસ સ્થાનિકક ઈમરજન્સી મેડીકલ વાહન કે એમ્યુલન્સ કરતા ૧૬ મીનીટ પહેલા મેળવી શકાય છે. તેમ જાણવામાં આવ્યું છે.

હાલમાં હોસ્પિટલની બહારનાં દર્દીઓમાંથીગંભીર પરિસ્થિતિમાં ૮ થી ૧૦ ટકા જ અમેરિકામાં નોંધાયા હતા ઓછા સમયમાં રીપોર્ટ કરવાની ડ્રોનની કામગીરી મહત્વની સાબીત થઈ હતી.

આ અંગેનો એક અભ્યાસ સ્કહોલ્મના કારોલિન્સ્કા ઈન્સ્ટીટયુટ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતો જે સ્વીડનની રાજધાનીથી નજીક રીપોર્ટ ક્ધટ્રોલ ડ્રોન દ્વારા બહારના દર્દીઓની પરિસ્થિતિનો કયાસ કાઢી તેને ઈમરજન્સી સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.

અમેરિકન હાર્ટ એસો. દ્વારા ૩,૫૦,૦૦૦ કરતા વધારે કાર્ડિયાક દર્દીને દર વર્ષે પકડી શકાય છે. અભ્યાસમાં સ્વીડીશ ટ્રાન્સપોર્ટેશન એજન્સી દ્વારા ડ્રોન દ્વારા સ્ટોકહોલ્મ પાસે આવેલા દર્દીઓને ૬.૨ માઈલ અંતરે વસતા હતા જેને ડ્રોન દ્વારા માત્ર ૨ માઈલના અંતરેથી જ ઓળખી કાઢવામાં આવ્યા હતા.

ડ્રોન દ્વારા આ જાણકારી મેળવવા માટે ૨૨ મીનીટના રસ્તાને માત્ર ૫ મીનીટમાં અંતર કાપીને માહિતી આપવામાં આવે છે.દરેક કેસમાં એમ્લન્સ કરતા ડ્રોન ૧૬ મીનીટ વહેલા પહોચીને બિમારીની ગંભીરતા જાણવામાં મદદરૂપ બન્યા હતા.

૧૬ મીનીટનાં અંતર કાપી કિલનિકમાં માહિતી આપતા આગામી ટેસ્ટ કે સારવાર માટેની નોંધ લઈ એડમિનિસ્ટ્રેશન દ્વારા વધારે ચોકકસ કામગીરી થઈ રહી હોવાનું રીપોર્ટ જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.