Abtak Media Google News

વિદ્યાર્થીઓએ વેકેશનમાં શું કરવું તે અંગે સ્પર્શ હોસ્પિટલના ડૉ. મનીષ સનારીયા અને ડો.નિધિ સનારીયાએ આપ્યા સુચનો

પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને એક થી દોઢ માસનું ઉનાળું વેકેશન પડવા જઇ રહ્યું છે. સામાન્ય રીતે વેકેશન દરમિયાન બાળકો ટીવી, વિડિયો ગેમ અને મોબાઇલ વડે વેકેશનમાં સમય પસાર કરતા હોય છે. ત્યારે વેકેશનમાં શું કરવાથી સમયનો સદઉપયોગ થઈ શકે? તે અંગે સ્પર્શ હોસ્પિટલના ડૉ. મનીષ સનારીયા અને ડો.નિધિ સનારિયા એ સૂચનો જણાવ્યા છે.
– રાષ્ટ્રીય ધરોહર અને સંસ્કૃતિનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિ કરવી. જેમકે વૃક્ષારોપણ, સમાજસેવા, સફાઈ અભિયાન , લોકસેવા, પછાત બાળકોને શિક્ષણ સેવા
– પોસ્ટ ઓફિસ, બેંક, નગરપાલિકા, સેવા સદન, પોલીસ સ્ટેશન, એટીએમ અને પુસ્તકાલયની મુલાકાત લેવી અને તેના વિશે માહિતી મેળવવી
– બાળકને માત્ર એક કલાક જ ટીવી, વિડિયો ગેમ અને મોબાઇલ જેવા ઉપકરણો નો ઉપયોગ  કરવો
– દરરોજ સારા અને પોઝિટિવ સમાચાર વાંચવા
– અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ તેમજ ગૌશાળાની મુલાકાત લેવી
– દરરોજ સાંજે ખુલ્લા અને ચોખ્ખા વાતાવરણમાં રમવા જવું
– સામાન્ય જ્ઞાન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા જેવી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી અને તેમાં ભાગ લેવો
– દરરોજ ૧૦ નવા સ્પેલિંગ ,૧૦ નવા કોયડા તેમજ ૫ નવી વસ્તુની માહિતી મેળવવા જેવી  પ્રવૃ્તિઓ ચાલુ રાખવી
– દરરોજ એક નવી બોધપ્રદ વાર્તા કે કથા સાંભળવી અથવા સંભળાવવી
– ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી અને વિવેકી વિચારો વધારવા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.