વાલીઓ વિદ્યાર્થીઓ પર દબાણ ન કરે,પ્રોત્સાહિત કરે: ડો.અલ્પના ત્રિવેદી

education | board exam
education | board exam

બોર્ડના વિદ્યાર્થીઓએ મુંઝવણ વિના શાંતચિતે બોર્ડની પરીક્ષા આપવા ડો.અલ્પના ત્રિવેદીની શીખ.

ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શ‚ થઈ રહી છે ત્યારે ડો.અલ્પનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પરીક્ષાર્થીઓને મારા તરફથી ખાસ અપીલ છે કે પરીક્ષાની કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જ નથી. ચિંતા કરવાથી કાંઈ નહી થાય જો ચિંતા કરશો તો તમે જે ભણેલુ હશે વાંચેલુ હશે તે બધુ જ ભુલાઈ જશે. પુરા આત્મવિશ્ર્વાસ સાથે પરીક્ષા આપવાની છે અને વાલીઓએ પણ વિદ્યાર્થીઓ ઉપર દબાણ નહી નાખતા કારણકે જે વિદ્યાર્થીઓ ચિંતા કરતા હોય તેમણી પરીક્ષા ખરેખર નબળી જાય છે અને ચિંતાની નેગેટિવ જ અસર જોવા મળે છે.

દરેક વિદ્યાર્થીઓએ સપના જોયેલા હોય છે અને એ સપના માટે દરેક વિદ્યાર્થીઓએ મહેનત કરવી જોઈએ. મહેનત કરવા છતા પણ જો સફળતા ન મળે તો કોઈએ મુંઝવણની જ‚ર નથી. કારણકે નિષ્ફળતા પાછળ સફળતા રહેલી જ છે જે વ્યકિત કોલેજના પગથિયા પણ ન ચડયા હોવા તેવા વ્યકિતઓનું વિશ્ર્વમાં સામ્રાજય છે તે જીવનમાં ઉતારવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ એટલા નિરાશ થઈ જાય છે કે આત્મહત્યા સુધીનું પગલુ ભરી લેતા હોય છે. એ બહુ જ ખરાબ છે અને આવુ તો ન જ કરવું જોઈએ. વિદ્યાર્થીની સફળતા સાથે શિક્ષકો હંમેશા સાથે જ હોય છે. શિક્ષકોનું વલણ હંમેશા વિદ્યાર્થીઓ તરફ જ હોય છે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો હોય છે. વાલીઓ તો બાળકોને બાલમંદિરથી જ શિક્ષકના ચરણોમાં મુકી દેશે અને આવા બાળકોનું ઘડતરનો શિક્ષકોએ જ કરવાનું હોય છે. શિક્ષકોના દિલમાં હંમેશા વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ હોય જ છે.

પરીવર્તન એ જીવનનો નિયમ છે. પરીવર્તનમાં આપણે કેમ ટકવું એ મહત્વનું છે. આપણે જે કાર્ય કરીએ તેની સાથે બીજો વ્યકિત એ કાર્ય કરવાનો જ છે. આજે રાજકોટ એટલું મોટુ થઈ ગયું છે અને શિક્ષણનું હબ બની ગયું છે. તેથી શાળાઓની જ‚ર તો રહેવાની જ છે અને હરીફો તો કોઈપણ ક્ષેત્રમાં હંફાવવાના જે અત્યારે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોનો એટલો યુગ આવી ગયો એટલો જ વિશ્ર્વાસ આવી ગયો છતા પણ આપણી ગ્રાન્ટેબલ સંસ્થાઓમાં પુરતા પ્રમાણમાં સંખ્યા અને એજ પ્રમાણે આજે પણ અમારા પરીણામો સારા જ આવે છે. અત્યારે લોકોના મનમાં એક વિચાર એવો છે કે જેટલી વસ્તુ મોંઘી તેટલી સારી એ બાબતમાં લોકોએ બદલાવવાની જ‚ર છે. મોંઘી વસ્તુ સારી હોય તેવું નથી. પરીવર્તન સાથે ચાલવુ એ જ‚રી છે પરંતુ આંધળી દોડ છે તે ખોટી છે. વિદ્યાર્થી મિત્રો તમે કરેલી આખા વર્ષની મહેનતને નિચોડીને પરીક્ષામાં તેનો થાક ઉતારી દેવાનો છે અને દરેક વિદ્યાર્થીઓએ આત્મવિશ્ર્વાસ સાથે પરીક્ષા આપવાની છે. દરેકને સફળતા મળવાની જ છે. તેથી બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ.