ચૌધરી હાઈસ્કૂલમાંથી સૌરાષ્ટ્રમાં મોકલાશે બોર્ડની પરીક્ષાના પેપર: કરણસિંહજીમાં કંટ્રોલરૂમ

BOARD EXAM | EDUCTION | CHAUDHARI HIGH SCHOOL
BOARD EXAM | EDUCTION | CHAUDHARI HIGH SCHOOL

બોર્ડની પરીક્ષા દરમિયાન રાજકોટથી આખા સૌરાષ્ટ્રમાં પ્રશ્ર્નપત્રો મોકલવાનું આયોજન: ધો.૧૦ના બે ઝોન બાઈસાહેબા ગર્લ્સ હાઈસ્કૂલ અને બે ઝોન જી.ટી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં કાર્યરત: ધો.૧૨ના ૪ ઝોન અને કંટ્રોલરૂમ કરણસિંહજી હાઈસ્કૂલમાં ધમધમશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી બોર્ડની પરીક્ષાને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સંબંધિત તમામ તૈયારીઓ આખરી તબકકામાં હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં પરીક્ષા દરમિયાન પ્રશ્ર્નપત્રો રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતેથી મોકલવામાં આવશે. જયારે કંટ્રોલ‚મ શહેરની કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે ધમધમશે. બોર્ડની પરીક્ષા દરમિયાન દર વર્ષે પ્રશ્ર્નપત્રો દરેક જિલ્લા કક્ષાએથી શિક્ષણતંત્ર દ્વારા વડોદરા લેવા જવુ પડતું હતું પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રની તમામ શાળાઓમાં જયાં બોર્ડની પરીક્ષાના કેન્દ્રો નકકી કરાયા છે ત્યાં પ્રશ્ર્નપત્રો રાજકોટથી મોકલવાનું આયોજન કરાયું છે. સૌરાષ્ટ્રના પાટનગર અને શિક્ષણનું હબ ગણાતા રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષાના પ્રશ્ર્નપત્રો સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવશે અને દરરોજ સૌરાષ્ટ્રભરમાં વાહન વ્યવહાર મારફત પ્રશ્ર્નપત્રો શાળા કેન્દ્રો ઉપર મોકલવામાં આવશે.

બોર્ડની પરીક્ષાને લઈને આવતા દિવસોમાં કંટ્રોલ‚મ પણ ધમધમતો કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં બોર્ડની પરીક્ષા સંબંધિત વ્યવસ્થા જળવાય રહે તે માટે કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે કંટ્રોલ‚મ શ‚ કરવામાં આવશે. તેમજ ધો.૧૨ની પરીક્ષા માટે ચાર ઝોન પાડવામાં આવ્યા છે. આ તમામ ઝોન કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે કાર્યરત રહેશે. આ ઉપરાંત ધો.૧૦ના બે ઝોન બાઈસાહેબબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે અને બે ઝોન ત્રિકોણબાગ ખાતે આવેલી જી.ટી.શેઠ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે કાર્યરત કરવામાં આવશે.

બોર્ડની પરીક્ષા માટે તમામ ઝોન નકકી કરાયા બાદ આવતા દિવસોમાં તમામ ઝોનલ ઓફીસોમાં ઝોનલ અધિકારીઓની પણ નિમણુક કરવામાં આવશે. ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પરીક્ષાને લઈને શિક્ષણતંત્ર અને વિદ્યાર્થીઓ બંને સજ્જ થઈ ગયા છે. રાજકોટ જિલ્લાકક્ષાએ પરીક્ષા સંબંધિત કામગીરી જેવી કે ઝોનલ કચેરીઓ, કંટ્રોલરૂમ, પરીક્ષા કેન્દ્રો, સીસીટીવી કેમેરા, ટેબલેટ, પરીક્ષાના બિલ્ડીંગ, સુપર વાઈઝર સહિતની તમામ વ્યવસ્થાઓ અંગેની તૈયારીઓ ચાલી રહી છે. એકબાજુ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ૬૦ ટકા કર્મચારીઓની ઘટ પ્રવર્તી રહી છે ત્યારે ૪૦ ટકા કર્મચારીઓ કચેરીનું ગાડુ દોડાવી રહ્યા છે. બોર્ડની પરીક્ષાની તડામાર તૈયારીઓને લઈને કર્મચારીઓ ઉપર પણ બેવડો કાર્યભાર રહ્યો છે. ત્યારે ૧૫મી માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાને રાજકોટ જિલ્લામાં સુચારૂ આયોજન થશે કે કેમ ? તે પણ પ્રશ્ર્ન છે. ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા મામલે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને દર વર્ષે આયોજન અંગે ખાસ બેઠક બોલાવવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે તેમ છતાં જિલ્લાશિક્ષણાધિકારી તંત્ર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હજુ સુધી વિદ્યાર્થીઓ અને પરીક્ષા કેન્દ્રો સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી કે બેઠક પણ ન મળી હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી વિના આગામી ૧૫મીથી શરૂ થતી બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન જિલ્લા શિક્ષણ તંત્ર કેવી રીતે પાર પાડશે તે જોવું રહ્યું.