Abtak Media Google News

અબતક,રાજકોટ

શહેર આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શ્રમીક પરીવારની 7 વર્ષની બાળકીનુ તા.13/11/21 ના રોજ અપહરણ થયાનું જાહેર થયેલ જે બનાવની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ કમિશ્નર  મનોજ અગ્રવાલ , સયુંકત પોલીસ કમિશ્નર  ખુરશીદ અહેમદ , નાયબ પોલીસ કમિશ્નર  પ્રવીણકુમાર  ઝોન-1 , મનોહરસિંહ જાડેજા  ઝોન-2 , મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ  ડી.વી.બસીયા અને મદદનીશ પોલીસ કમિશ્નર એસ.આર.ટંડેલ  નાઓ દ્રારા અપહરણ થયેલ બાળકીને કોઇપણ સંજોગોમા હેમખેમ શોધી કાઢવા માટે સુચના પગલે ડી.સી.બી., એસ.ઓ.જી. , આજીડેમ પો.સ્ટે. અને ભકિતનગર પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધવા કાર્યવાહી કરવામા આવેલી જેમાં બનાવાવાળી જગ્યાની આજુબાજુ મા રહેલા સી.સી.ટી.વી. તેમજ  શહેર આઇ-વે પ્રોજેકટ હેઠળના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવામા આવેલ .

રાજકોટ -ભાવનગર હાઇવે રોડ ઉપરનો બનાવ હોય અને જયાંથી આગળ ગ્રામ્ય વિસ્તાર ચાલુ થતો હોય જેથી બાળકીના ફોટા તેમજ વિગત વાળા મેસેજ આજુબાજુના ગામના આગેવાનો તેમજ સરપંચોને મોકલી આપવામા આવેલ તેમજ આજુબાજુના જીલ્લાઓમાં એલ.સી.બી. તેમજ પોલીસ સ્ટેશનમાં બાળકીના ફોટા વર્ણન સાથેના મોકલવામાં આવેલ તેમજ ટેલીફોનીક પણ વાતચીત દરમ્યાન ગોંડલ સીટી પોલીસ સ્ટેશન દ્વારા અપહરણ થયેલ વર્ણન વાળી બાળકી મળી આવેલ હોવાનો મેસેજ મળતા તાત્કાલીક ગોંડલ ખાતે પહોચી હકીકત મેળવવામાં આવેલ.

જેમાં ગોંડલ આશાપુરા ચોકડી નજીક રિક્ષાવાળા ભુપતભાઇ કરશનભાઇ ભાખોત્રા( રહે. આશાપુરા સોસાયટી ગોંડલ) વાળાને આ બાળકીએ હાથ ઉંચો કરી રિક્ષા ઉભી રખાવેલ અને બાળકી રડતી હોય જેથી રિક્ષા વાળા ભુપતભાઇએ આ બાળકી ની પુછપરછ કરતા તે હીન્દીમાં બોલતી હોય અને તેમનો મામો અહીં ઉતારીને જતો રહેલ હોય અને આ બાળકી ખુબ ગભરાયેલ હતી અને કાંઇ બોલી શક્તિ ન હતી. જેથી આ ભુપતભાઇ એ ત્યાં નજીકમાં આવેલ પોતાના મીત્ર જય ભગવાન ફેબ્રીકેશન વાળા અતુલભાઇ દામજીભાઇ વાંજાને જાણ કરેલ અને ત્યાં લઇ ગયેલ અને તેઓ બંન્ને મળી પ્રથમ 181 અભયમ હેલ્પલાઇનમાં ફોન કરી જાણ કરી.

અભયમ હેલ્પ લાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ ના રક્ષણ માટે ચાલુ કરવામાં આવેલી છે. ફોન કરતા તાત્કાલીક અભયમ હેલ્પ લાઇન ના કર્મચારીઓ ત્યાં આવી ગયેલ અને ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે બાળકીને સોંપેલ અને બાળકીના ફોટા તથા વિગત આજુબાજુના જીલ્લામાં મોકલવામા આવેલ હોય જે વર્ણન આધારે ગોંડલ સીટી પોલીસ સ્ટેશન અને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા રાજકોટ શહેર કાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવેલી જેથી રાજકોટ શહેર ની ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલીક ગોંડલ ખાતે જઇને બાળકીને હેમખેમ પરત લઇ આવી તેના માતા-પિતાને સોંપી આપેલી

સદરહુ બનાવમાં બાળકીને આરોપી ગોંડલ આશાપુરા ચોકડી નજીક ઉતારી જતો રહેલ હોય અને બાળકી રડતી હોય જેથી જાગૃત નાગરીક ભુપત કરશનભાઇ ભાખોત્રા અને અતુલભાઇ દામજીભાઇ વોજા નાઓએ તાત્કાલીક 181 અભયમ હેલ્પલાઇન માં ફોન કરી જાણ કરી બાળકીને સુરક્ષીત હેમખેમ તેના માતા પિતા સુધી પહોંચાડવામાં મદદ રૂપ થયેલ હોય જે જાગૃત નાગરીક ભુપત કરશનભાઇ ભાખોત્રા તથા અતુલભાઇ દામજીભાઇ વાંજા નાઓને પ્રોત્સાહીત કરવા માટે  શહેર પોલીસ કમિશ્નર  મનોજ અગ્રવાલએ પ્રશંસાપત્ર એનાયત કરી તેઓનુ સન્માન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.