Abtak Media Google News

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનું સંયુકત આયોજન: જીએસટીના અભ્યાસુઓ માર્ગદર્શન પુરૂ પાડશે

વર્તમાન સંજોગોમાં આપણા રાષ્ટ્રના વેપાર પરના જુદા જુદા વેરાને સ્થાને એક રાષ્ટ્ર એક વેરો ના ઉદ્દેશ સાથે વેપાર અંગેનો જી.એસ.ટી. સ્વરુપનો નવો કાયદો ટુંક સમયમાં અમલમાં આવનાર છે. આ કાયદો અમલમાં આવતા નાના વેપારીઓને પણ કોમ્પ્યુટર પઘ્ધતિ અપનાવી પોતાના  હિસાબો તથા સપ્લાયના બીલો કોમ્પ્યુટર દ્વારા ઓનલાઇન પર કરવાના રહેશે. તેમજ દરેક વેપારીએ વર્ષ દરમ્યાન પોતાના વેપારને લગતા જુદા જુદા પ્રકારના ૩૭ થી વધારે રીર્ટન ઓનલાઇન ફાઇલ કરવાના થનાર છે. આ કાયદામાં રહેલ કેટલીક અસમંજતા અને દ્રિધાને કારણે વેપારીઓને પોતાનો વેપાર કરવા માટે નવેસરથી નવી પઘ્ધતિમાં ઘડાવાનું રહેશે. તેથી વર્તમાન વેપારને નવી પઘ્ધતિમાં પરીવર્તીત કરવાની જરુરીયાત ઉભી થનાર છે. ત્યારે આ કાયદામાં રહેલ કેટલીક કાયદેસરતાની બાબતો અને તેના અમલથી વેપારીઓ પર થનાર અસર અંગે આ વિષયના જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન મળી રહે. તે ઉદ્દેશથી તા. ૪-૬ ને રવિવારના રોજ સવારના ૯.૩૦ વાગ્યેથી સાંજના ૬ સુધી આ આખા દિવસનો સેમીનાર આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ ઓડીટોરીયમ કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાવામાં આવનાર છે. આ સેમીનારમાં જી.એસ.ટી. વિશેના ખુબ જ ઉંડા અભ્યાસુ અને જી.એસ.ટી. કાઉન્સીલ સાથે સંકળાયેલા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ તથા કોન્ફેડરેશનના પ્રમુખ સી.એ.  બી.સી.ભરતીયા માર્ગદર્શન આપવા ખાસ દિલ્હીથી

ઉ૫સ્થિત રહેનાર છે. તેમજ મુંબઇથી સી.એ. જનકભાઇ વાઘાણી તથા ભાવનગરથી એડવોકેટ ભરતભાઇ શેઠ અને સુરતથી એડવોકેટ પ્રશાંતભાઇ શાહ ખાસ ઉ૫સ્થિત રહી માર્ગદર્શન પુરુ પાડનાર છે. આ સેમીનારમાં મર્યાદીત સંખ્યામાં ભાગ લેનારની વ્યવસ્થા કરવાની હોય વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન શ્રી કાંતીભાઇ જાવીયા, ઉપપ્રમુખ જી.આર.સી.સી.આઇ. (મો. નં. ૯૪૨૬૨૦૧૬૩૩) એડીકો સ્પેર્સ ભકિતનગર સ્ટેશન મેઇન રોડ, રાજકોટ ખાતે તા.ર સુધીમાં કરાવવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.