Abtak Media Google News

શહેરી વિકાસ મંત્રી વૈંકેયા નાયડુના હસ્તે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીને એવોર્ડ અને બે લાખનો ચેક અર્પણ કરાયો

Img 20170425 Wa0022અલગ અલગ આવાસ યોજના અંતર્ગત એફોર્ડેબલ હાઉસીંગની બેસ્ટ ડિઝાઈન માટે રાજકોટ મહાનગરપાલિકાને હુડકો દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આજે રાજધાની નવીદિલ્હી ખાતે શહેરી વિકાસ મંત્રી વૈંકેયા નાયડુના હસ્તે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીને હુડકો એવોર્ડ તેમજ બે લાખ ‚પિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત હાલ મહાપાલિકા દ્વારા શહેરમાં હજારોની સંખ્યામાં એફોર્ડેબલ હાઉસ બનાવવામાં આવી રહ્યાં છે.જેની ડિઝાઈન ઈકો ફ્રેન્ડલી અને ગ્રીન બિલ્ડીંગ સોજોડાયેલ હોય. મહાપાલિકાની એફોર્ડેબલ હાઉસીંગની ડિઝાઈન માટે હુડકો દ્વારા રાજકોટની પસંદગી કરવામાં આવી હતી.

આજે રાજધાની નવીદિલ્હી ખાતે યોજાયેલા એક સમારોહમાં રાજકોટના મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીને શહેરી વિકાસ મંત્રીના હસ્તે એફોર્ડેબલ હાઉસીંગ માટેની બેસ્ટ ડિઝાઈન માટે એવોર્ડ સર્ટીફીકેટ અને બે લાખ ‚પિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.