Abtak Media Google News
  • કાલે સવારે  શહેર-જિલ્લાની એક હજારથી વધુ હાઈસ્કુલોમાં છાત્રોપોતાની શાળામાં રેડ રિબીન બનાવશે
  • શુક્રવારે સવારે ‘કેન્ડલલાઈટ રેડ રિબીન’નું પંચશીલ સ્કુલ ખાતે  આયોજન: જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, મહાનગરપાલિકા આરોગ્ય શાખા અને આઈ.એમ.એનો સહયોગ

રાજકોટમાં કે.કે.વી. ચોક પાસે આવેલી જી.ટી. શેઠ સ્કુલ ખાતે ધો. 9 થી 12ના છાત્રો દ્વારા લાલ કપડાના માધ્યમથી વિશાળ રેડ રિબીન નિર્માણ કરી હતી. એઈડ્સ પ્રિવેન્સ કલબ રાજકોટ આયોજીત શહેર જિલ્લાના ભાગરૂપે આએઈડ્સ  જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.શાળાના આચાર્ય ભાવેશભાઈ દવે, સંસ્થાના ચેરમેન  અરૂણ દવે, આર.ડી.એન.પી.ના પુજા વાઘમારે , મનોજ રામાવત, શાળા સ્ટાફના બાલકૃષ્ણ મહેતા, પ્રફુલ રાજયગુરૂ, ભુપતભાઈ રાઠોડ, મનીષભાઈ  મયાત્રા, કવિતાબેન ઠાકર અને હિરેનભાઈ ભટ્ટ હાજર રહ્યા  હતા.કાર્યક્રફમ પ્રસંગે  સંસ્થાના ચેરમેન અરૂણ દવેે જણાવ્યું  છે કે છેલ્લા 36 વર્ષથી સંસ્થા એઈડસ જાગૃતિનું  કામ કરે છે. અને આ શાળા છેલ્લા દોઢ દાયકાથી આ પ્રકારે રિબીન બનાવીને છાત્રોમાં જાગૃતિ લાવે છે. એઈડ્સ કલબ દ્વારા કાલે ડી.ઈ.ઓ કચેરીના માધ્યમથી સવારે 9.30 શહેર જિલ્લાની એક હજાર શાળામાં છાત્રો રેડ રિબીન બનાવશે અને શાળાનાં વિજ્ઞાન શિક્ષક એઈડ્સ અંગેની માહિતી આપશે.

Img 20221207 Wa0004

રાજકોટ મહાપાલિકા આરોગ્ય શાખા અને ટીએમએ રાજકોટના  સથવારે વિવિધ  આયોજનનો ગઈકાલથી પ્રારંભ કરાયો હતો. ચેરમેન અરૂણ દવેનાં જણાવ્યા મુજબ કાલે સવારે 9.30 કલાકે જિલ્લા શિક્ષણાધિકારી, ન.પ્રા. શિ.સ., સ્વનિર્ભર શાળાના  સહયોગથી શહેર જિલ્લાની  એક હજાર શાળામાં ધો.9 થી 12 ના છાત્રો રેડરિબીન નિર્માણ કરશે. જેમાં છાત્રોને વિજ્ઞાન શિક્ષક વાયરસની સમજ આપશે. ડીઈઓ કૈલા સાહેબનો સહયોગ મળેલ છે.

શુક્રવારે સવારે 9.30 કલાકે પંચશીલસ્કુલ ખાતે કેન્ડલલાઈટ રિબીન ધો.9 થી 12 ના છાત્રો બનાવશે તેમ સેક્રેટરી વિશાલ કમાણીએ જણાવેલછે શાળા કોલેજ દ્વારા આ વિષયક કાર્યક્રમો યોજવા સંસ્થાનો  98250 78000 ઉપર સંપર્ક કરવો. એઈડસ પ્રિવેન્સન કલબ દ્વારા  31મી માર્ચ સુધી આ વર્ષના લડત સુત્ર ‘ઈકવીલાઈઝ’ (સમાનતા) સંદભે  વિવિધ આયોજન કરીને યુવા વર્ગને  સાંકળી લેવાશષ તેમ  ચેરમેન અરૂણ દવેએ જણાવેલ છે.

દર વર્ષે અમારી  શાળા વિશાળ રેડ રિબીન બનાવે છે: ભાવેશભાઈ દવે-આચાર્ય જી.ટી.શેઠ સ્કુલ

Img 20221207 Wa0009

વિશ્વ એઈડસ દિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે અમારી શાળા છાત્રોમાં જાગૃતિ લાવવા આવા કાર્યક્રમો કરે છે. તેમ અબતક સાથેની વાતચિતમાં  ભાવેશભાઈ દવેએ જણાવ્યું હતુ તહેવારો ઉજવણી, રાષ્ટ્રીય કામગીરી સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં શાળા હંમેશા આયોજન કરતી જ રહે છે.

સમાજનો સહિયારો  પ્રયાસ જ એઈડ્સ કંટ્રોલ માટે મહત્વનો: અરૂણ દવે, ચેરમેન એઈડસ કલબ

Img 20221207 Wa0007

આ વર્ષનાં લડત સુત્ર ‘સમાનતા’સાથે વિવિધ વર્ષભેર ઉજવણીના ભાગરૂપે  પ્રથમ ત્રણ માસ ધો.9 થી 12 ના યુવા છાત્રો અને કોલેજ છાત્રોને આવરી લેવાશે તેમ ચેરમેન અરૂણ દવેએ અબતક સાથેની વાતચીતમાં જણાવેલ હતુ દરેક   શાળા-કોલેજે આવા કાર્યક્રમો યોજવા જોઈએ અને તેને માટે અમારો  હંમેશા ટેકો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.