Abtak Media Google News

ઓકસફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસાવાયેલી સીરમ ઈન્સ્ટીટયુટની રસી કોવિશીલ્ડ અને ભારત બાયોટેક તેમજ આઈસીએમ આર દ્વારા વિકસાવાયેલી દેશની પ્રથમ સ્વદેશી રસી કોવેકિસનને મંજૂરી મળી ગયા બાદ ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાજકીય પક્ષો સહિતના ટીકાકારોએ ‘કોવેકિસન’ને પૂરતા પરીક્ષણ પહેલા મંજુરી આપી દીધી હોવાનાં આરોપ મૂકી રસીને અસુરક્ષીત ગણાવી હતી જેઓને જવાબ આપતા ભારત બાયોટેકના સીઈઓ ક્રિશ્ર્ના એલ્લાએ કહ્યું છે કે, કોવેકિસન અન્ય રસી કરતા ૨૦૦ ટકા સુરક્ષીત છે. પુરતી નિષ્ઠાની સાથે માત્ર ભારતમા જ નહિ પણ વિશ્ર્વના ૧૨ દેશોમાં ટ્રાયલ કરાયું છે. જયારે હજુ પાકિસ્તાન, નેપાળ સહિતના એશિયાઈ દેશોમાં ટ્રાયલ ચાલુ છે. મંજુરીબાદ ઘણા લોકોની ટીકા સામે આવી છે. જેનાં અમે હકદાર નથી. અમે વિજ્ઞાનને ગંભીરતાથી લઈએ છીએ અને તમામ પરિબળોને ધ્યાને લઈ કોવેકિસન વિકસાવાઈ છે. આની માહિતી માટે અમે ૭૦થી વધુ આર્ટીકલો પ્રકાશિત કર્યા છે. કોવેકિસન સલામત છે. અને નવા સ્ટ્રેન સામે પણ સુરક્ષીત છે.કે કેમ તે અંગે અમારો અભ્યાસ કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.