Abtak Media Google News

માનવીએ શહેરોનો વિકાસ કરી કુદરતી જંગલોનો નાશ કર્યો, ગ્રામ્ય સંસ્કૃતિમાં હવા, પાણી, ખોરાક ચોખ્ખા મળે છે ત્યારે શહેરીજનો વીક એન્ડ માટે ફાર્મ હાઉસ નિર્માણ કરી સંતોષ માને છે. દરેક નાગરિકે પર્યાવરણનું જતન કરવું જરૂરી

હાલના જીવનમાં માણસ ટેકનોલોજી સાથે જીવતો થયો છે ટેકનોલોજી ખુબજ જરૂરી છે. પરંતુ અત્યારે માણસ ટેકનોલોજીનો હેવાયો થયો છે. ઉપરાંત આપણી સંસ્કૃતિ અને કુદરતને તો કયાંક ભુલી જ ગયા છીએ. ખરેખર પ્રકૃતિના ખોળે જે માણસ વસે તે માણસ રોગોથી તો દુર રહેજ છે. પરંતુ આપે તે પ્રકૃતિને જાણતો થાય છે. હાલમાં વાત કરીએ તો અત્યારે ઝાડના ઉછેરમાં કે ખેતીમાં પણ રસાયણો ઉમેરવામાં આવી રહ્યા છે. પરંતુ ખરેખર ગૌ મૂત્ર, છાણ અને જે તે ઝાડના પાંદડા દ્વારા જ ઝાડને પુરતુ પોષણ મળી રહે છે.

ખાસ તો ખરેખર ઝાડનો ઉછેર કંઇ રીતે કરવો અને પ્રકૃતિ શું છે તે જાણવા માટે અબતકની ટીમ દ્વારા સર્વોદય ઉપવનની મુલાકાત લેવામાં  આવી હતી. અહિયા જે લગભગ દરેક પ્રકારના ફળનાં વૃક્ષો જોવા મળે છે. જેમાં પક્ષીઓ પોતાનો મધુર કલરવ કરી ઝાડ અને ઉપવનની શોભા વધારે છે. અહિ શેતુર, નારિયેલી, ખારેક, મોસંબી, ચીકુ, આંબો સહિતના અનેક ઝાડ જોવા મળે છે. ઉ૫રાંત આ ઉપવનમાં ગાયો હોવાથી તેમના ખોરાક માટે પણ અહિ વાવેતર કરવામાં આવ્યું.

Vlcsnap 2020 04 02 08H44M59S960

આપણા જીવનનો આધાર બોકસ સ્તંભ એટલે ‘પ્રકૃતિ’ભરભભાઇ ગાજીપરા સર્વોદય શાળા સંકુલના સંચાલક ભરતભાઇ ગાજીપરા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જીવનનો આધાર હવા, પાણી અને ખોરાક છે. અને ત્રણેય તત્વો પ્રાકૃતિક રીતે મળી રહે ત્યારે જ તંદુરસ્ત જીવન જીવી શકાય. તેથી ગામડામાં લોકો બિમાર પણ ઓછા પડે છે. ખાસ તો આપણે આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિને ભૂલી રહ્યા છીએ.  આ ઉપરાંત સિમેન્ટના જંગલો તરફ આગળ વધી રહ્યા છીએ. આ સીમેન્ટના જંગલોને કારણે પ્રકૃતિને ખુબ જ નુકશાન થયું છે. સાથો સાથ હાલમાં જે કોરોના વાયરસ આવ્યો ત્યારે લોકોને જાણ થઇ કે વિદેશના વ્યકિતઓ કરતા ભારતના વ્યકિતઓની રોગ પ્રતિકારક શકિત વધારે છે. આપણે સૌએ પ્રાકૃતિક જીવન જીવવું જોઇએ. ઉપરાંત હાલમાં ર૧ દિવસના લોકડાઉનના કારણે વાહનોની અવર જવર ઘટતા પ્રદુષણનું પ્રમાણ ઘટયું છે. તેના કારણે વાતાવરણ ઘણું બધુ શુઘ્ધ થયું છે. અત્યારે લોકડાઉન વચ્ચે મહાનગરોમાં પણ પક્ષીઓના મધુર કલરવ સંભળાય છે.

અંતમાં યુવા વર્ગને સંદેશો આપણા તેમણે જણાવ્યું કે ભારતનું યુવા ધન વિશાળ છે. યુવાન પ્રકૃતિ પ્રત્યે જાગૃત થાય  તેના માટે શિક્ષણ વ્યવસ્થામાં પ્રાકૃતિક ધામ ઉભા કરી બાળકોને પ્રકૃતિને લગતું શિક્ષણ આપવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.