Abtak Media Google News

Table of Contents

ગુજરાત પાસે ૧૬૦૦ કિલોમીટરનો વિશાળ દરિયાકિનારો: ૩.૫ લાખ લોકો માછીમારીના વ્યવસાયથી નભે છે: હવે સરકારની મદદની આશા

વર્તમાન પરિસ્થિતિમાં ઘરનું ગુજરાન ચલાવવાના પણ ફાંફા, તમામ સાંસદોને સમસ્યાનું સમાધાન લાવવા રજૂઆત

Machimari

ગૂજરાતના ૧૬૦૦ કિમી દરિયાઈ પટ્ટીના મચ્છીમારી કરનાર લોકોની હાલત કફોડી બની છે. સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું બાદમાં કોરોના મહામારીના લીધે ફિશરમેન હાલત ખરાબ બની છે તો બીજી તરફ ચાઇના સહીત વિદેશમાં ગયેલ ફિશનું પેમેન્ટ રોકાઈ જતાં વધુ મુશ્કેલી ઊભી થઇ છે. હાલ માછીમારો પોતાના ઘરનું ગુજરાન ચલાવવા પત્નીના દાગીના વેચીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. રાજ્યના ૩.૫૦ લાખ માછીમારો ની હાલત કફોડી બની છે. તો આ સાથે મચ્છીમારી કરનાર પોરબંદર , વેરાવળ , માંગરોળ, ઉના , જાફરાબાદ , દીવ , સહીત અનેક દરિયાઈ પટ્ટીના લોકોની મુશ્કેલીમાં વધારો થતાં સાંસદ સી.આર.પાટીલ, પૂનમ માડમ , રમેશ ઘદૂક સહિત ૬ સાંસદોને રજુઆત કરવામાં આવી હતી .આ સાથે દરિયાઈ પટ્ટી ઉપર થોડા ઘણા સમયથી સતત વાવાઝોડા વો  આવી રહ્યા છે જેના કારણે પણ  માછીમારોની પરિસ્થિતિ ખૂબ જ કપરી બની છે પરંતુ રાજ્ય સરકાર ડિઝલ વેટ પર ૧૦૦% ફ્રી અને કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી ફ્રી ડીઝલ કરીને આપવા ફિશરમેનો ની માંગ કરી રહ્યા છે.

ગુજરાત પાસે ૧૬૦૦ કિલોમીટરનો વિશાળ દરિયાકિનારો: ૩.૫ લાખ લોકો માછીમારીના વ્યવસાયથી નભે છે: હવે સરકારની મદદની આશા

કઈ કઈ સમસ્યા? કોરોનાને, અવાર નવાર આવતા વાવાઝોડા, ડિઝલના વધુ ભાવ, એકસ્પોર્ટરોનું પેમેન્ટ અટવાયું માછલીના અપૂરતા ભાવ

Img 20201212 Wa0014

૧૬૦૦ કિલોમીટરના દરિયાઇ કાંઠે ૨૫૦૦ બોટ છે, લાખો પરિવારો હેરાનગતિ ભોગવી રહ્યા છે: તુલસીભાઈ ગોહેલ, વેરાવળ બોટ એસોસિએશન પ્રમુખ

Vlcsnap 2020 12 12 13H25M28S478

વેરાવળ બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના ૧૬૦૦ કીલોમીટર દરેક કાંઠામાં ૨૫ હજાર જેટલી બોટ છે અને તેમાં લાખો લોકો નો પરિવાર નભે છે. માછીમારો છેલ્લા દોઢ વર્ષથી હેરાન થઇ રહ્યા છે. અમારી સિઝન હોય છે ત્યારે પણ કુદરતી આફતો અમને નડે છે અને સાથે જ અત્યારે કોરોના ને કારણે ખૂબ જ તકલીફ પડી રહી છે. કોરોના કાળમાં પણ ખાવા પીવાથી માંડી રહેવાની વ્યવસ્થા બોટ માલિકોએ નાના માછીમારોની પોતે કરી છે. બોટ માલિક સીઝન ગુમાવીને આર્થિક રીતે ખૂબ જ ભાંગી પડ્યા છે. ગત વર્ષની સરખામણીમાં માછલી નો ભાવ ૫૦ ટકાથી ઓછી કિંમત થઈ ગઈ છે. અમે જે માછલી વેચીએ છીએ તેનું પેમેન્ટ ૧૫ દિવસમાં મળી જતું પરંતુ બબ્બે મહિના થઇ ગયા હોવા છતાં પેમેન્ટ પણ અમને મળતા નથી. એક્સપોર્ટરો પાસે જ્યારે તમે પેમેન્ટ માગ્યા ત્યારે ચાઇના માં મોકલેલ હોય ખૂબ જ તકલીફ પડી રહી છે તેવો જવાબ મળે છે. સરકાર બોટ માલિકો અને માછીમારોની મદદ કરે તેવી આશા સાથે અમે તમામ સાંસદો અને ધારાસભ્યોને રજૂઆત કરી રહ્યા છીએ.

ઘરના દાગીના વેચીને માછીમારો ગુજરાન ચલાવી રહ્યા છે: વેલજીભાઇ મસાણી, ઓલ ઇન્ડિયા ફિશરમેન એસોસિએશન પ્રમુખ,

Vlcsnap 2020 12 12 13H25M22S376

ઓલ ઇન્ડિયા ફિશનમેન એસોસિએશનના પ્રમુખ વેલજીભાઈ એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના અને વાવાઝોડામાં અમારી સ્થિતિ કફોળી બની છે.વાવાઝોડા ની સૂચના મળ્યે માછીમારો ને બચાવવા તેની બોટ ને બચાવવા માછીમારોને પરત બોલાવી લેવામાં આવે છે.ડીઝલ નું બળતણ પણ મોટા પાયે થતું હોય છે.એક બોટ દીઠ ૩.૫૦ થી ૪ લાખ ખર્ચ કરી ૧૫ દિવસની ટ્રીપ માટે માછીમારો જતા હોય છે.જ્યારે પરત બોલાવીએ ત્યારે ઘણું નુકશાન જતું હોય છે.વર્ષ દરમ્યાન ૫ – ૭ બનાવો બની ગયા છે.કોરોનાને કારણે ફિશિંગ બંધ થઈ ગયું. ફિશિંગ જ્યારે ચાલુ થયું, માછલી ચાઇના ગઈ ત્યારે એક્સપોટરો ને પેમેન્ટ આવતું બંધ થઈ ગયું છે.એક્સપોટરો બોટનું પેમેન્ટ નથી આપી શકતા. છેલ્લા પાંચ મહિનાથી પોતાના ઘરના દાગીના વેચીને માછીમારોએ પોતાની બોટ ચલાવી છે. વિજયભાઈ રૂપાણી ની સરકાર માછીમારો નો હંમેશા હિત વિચારે છે. અમને વિશ્વાસ છે સરકાર જરૂરથી અમારી મદદ કરશે અમે મંત્રીશ્રી જવાહર ચાવડા ને મળ્યા, સાંસદ પૂનમ માડમ સાંસદ રમેશ ધડુક ને મળ્યા અમે રજુઆત કરી છે, અગાઉ મનમોહનની સરકારે માછીમારોને છેતર્યા હતા પરંતુ આ સરકાર ઉપર અમને વિશ્વાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.