Abtak Media Google News

અદાલતે માસિક રૂ.૭૫૦૦નો ખાધા ખોરાકીનો હુકમ કયો હતો

રાજકોટમાં રહેતી પરિણીતાએ કલમ ૧૨૫ મુજબ ભરણ પોષણ મેળવવા કરેલી અરજીમાં ફેમિલી કોર્ટે અરજી મંજૂર કરી માસિક ૭૫૦૦ ભરણ પોષણ ચૂકવવા કરેલો હુકમનો જસદણના વડોદ ગામના પતિ પરબતભાઈને ૧ વર્ષની સજાનો હુકમ કર્યો છે.

વધુમાં રાજકોટમાં રહેતી જયશ્રીબેન પરબતભાઈ ભડાણીયા જસદણના વડોદ રહેતા પતિ પરબત વેલાભાઈ ભડાણીયા વીરુધ્ધ સી.આર.પી.સી.ની કલમ ૧૨૫ મુજબ ભરણપોષણ મેળવવા ફેમીલી કોર્ટમાં અરજી કરેલ તેમાં કોર્ટે અરજી મંજૂર કરી માસીક રૂ.૭૫૦૦/- ભરણપોષર ચૂકવવા કરેલા હુકમનું પાલન કરતા ન હોય તેથી પરિણીતાએ તેમના એડવોકેટ ૧૨ માસની ચડત ભરણપોષણની રકમ રૂ.૯૦ હજાર મેળવવા ફેમીલી કોર્ટમાં અરજી કરેલ હતી.

આ કામે ફેમીલી કોર્ટ સામાવાળા વિરુધ્ધ નોટીસ ઈસ્યુ કરેલી. પરબતભાઈએ ફેમીલી કોર્ટ સમક્ષ હાજર રહી જણાવેલું કે, હું ભરણપોણની રકમ ચૂકવી શકુ તેમ નથી તેથીકોર્ટ તેમને પોલીસ કસ્ટડીમાં જેલ સજા કરવા કોર્ટને જણાવેલું આથી ફેમીલી અદાલતે પરબત ભડાણીયાને ધરપકડ કરી જેલ હવાલે કરવાનો હુકમ કરેલો હતો.

જયશ્રીબેન ભડાણીયા તરફે ધારાશાસ્ત્રી અલ્પેશ પોકીયા, વંદના રાજયગુરુ, ભાર્ગવ પંડયા, કેતન સાવલીયા,અમીત ગડારા,રીતેશ ટોપીયા,મૃગ પરેશ અને મોહિત રવીયા વિગેરે રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.