Abtak Media Google News
  • વિધાનસભા-69ના મઘ્યસ્થ ચુંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન
  • કાલે વિધાનસભા 68માં મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયને મહાનુભાવોના હસ્તે ખુલ્લુ મુકાશે

ભારતીય જનતા પાર્ટી ધ્વારા  લોક્સભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાને પાંચ લાખથી વધુ લીડથી વિજેતા બને તે માટે વિધાનસભા મત વિસ્તારમાં

સધન ચૂંટણીલક્ષ્ાી કામગીરી કરવાના ભાગરૂપે  વિધાનસભા-69નું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય 1પ0 ફુટ રોડ, રૈયા ટેલીફોન એક્સચેન્જ સામે કાર્યરત કરાયેલ છે.

આ કાર્યાલય ઉદઘાટન સમારોહ 1પ0 ફુટ રોડ રીંગ રોડ સ્થિત અૃમતસાગર પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટય ધ્વારા કરવામાં આવ્યો હતો.

આ તકે પરશોતમભાઈ રૂપાલાએ જણાવેલ કે તમારા સુખ-દુ:ખનો સાથીદાર બનવા આવ્યો છુ. ભાજપના એક કાર્યર્ક્તા તરીકે સહકાર મેળવવા આવ્યો છુ. પક્ષ્ાના કાર્યક્રમો વોર્ડ અને બુથ કક્ષ્ાા સુધી લઈ જવા માટે ચૂંટણી કાર્યાલય વ્યવસ્થાનો એક ભાગ છે. આ વખતની ચૂંટણી

દેશ અને વિશ્ર્વની દ્રષ્ટિએ મહત્વની છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દેશને સક્ષ્ામ નેતૃત્વ પુરૂ પાડીને વિકાસને નવી ઉંચાઈ આપી રહયા છે. દશ વર્ષના શાસનકાળમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પારદર્શક વહીવટથી દેશવાસીઓને સુશાસનની પ્રતિતિ થઈ છે. મોદીજીએ વ્યવસ્થામાં બદલાવ લાવીને અર્થતંત્રને ખેડૂત અને ગામડાં સાથે જોડેલ છે. આયુષ્યમાન આરોગ્ય વિષયક યોજનામાં દર્દીને સારવાર આપનાર હોસ્પિટલના ખાતામાં સીધા પૈસા જમા થાય છે. ભાજપ સરકારની અનેકવિધ યોજનાઓમાં લાભાર્થીઓના બેંક ખાતામાં સહાયની સીધી રકમ જમા થાય છે. વિકાસના અનેકાનેક લોકપયોગી કાર્યોના લાભ  છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે.

શહેરની ચારેય વિધાનસભા મત વિસ્તારમાં સધન ચુંટણીલક્ષી કામગીરી અને સંગઠનને વધુ સુદ્ઢ કરી પ્રચાર-પ્રસાર કાર્ય અને લોકસંપર્કને વધુ વેગવંતા બનાવવાવિધાનસભા વાઇઝ કાર્યાલય કાર્યરત કરવામાં આવનાર હોય તે અંતર્ગત વિધાનસભા-68ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના અધ્યક્ષ્ાસ્થાને અને રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાની  ઉપસ્થિતિમાં આવતી કાલે શનિવારે સાંજે 6.30 કલાકે શહેરના ડાયમંડ પાર્ટી પ્લોટ, આઇઓસી સામે, કુવાડવા રોડ ખાતે યોજવામાં આવશે.

તેમજ ત્યારબાદ તા.14 એપ્રિલ, રવીવારના રોજ સાંજે 7:00 કલાકે પવનપુત્ર ચોક,સોરઠીયા વાડી બગીચા પાસે વિધાનસભા-70ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન સમારોહ તેમજ તા.14 એપ્રિલ, રવીવારના રોજ સાંજે 7:00 કલાકે ડેસ્ટીની બીલ્ડીંગ, ફોર્ચ્યુન હોટલ પાસે  વિધાનસભા-71ના મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવશે.

વોર્ડ નં. 4 અને પ માં લોકસંપર્કમાં પરષોતમ રૂપાલાને સાર્વત્રિક આવકાર

પરસોતમભાઇ રૂપાલા દ્વારા વિધાનસભા -68માં શહેરના વોર્ડ નં. 4 માં પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરી વોર્ડના વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક યોજાયો હતો. આ તકે રૂપાલાજી પદયાત્રા દરમિયાન સમાજના જુદા જુદા વર્ગો, વિવિધ સામાજીક શ્રેષ્ઠીઓ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી તેમજ વોર્ડના વિવિધ વ્યવસાયિક સ્થળો, દુકાનો અને ડોર-ટુ- ડોર લોકસંપર્ક કરેલ હતો. આ લોકસંપર્ક દરમ્યાન રુપાલાજીનું કોળી સમાજ:, માલધારી સમાજ, દશનામ ગોસ્વામી, સમાજ, માળી, સમાજ કડવા પાટીદાર સમાજ,લેઉવા પટેલ સમાજ, આહિર સમાજ, ગાંધી માનવસેવા ટ્રસ્ટ, 80 ફુટ રોડ વેપારી એસો., જય જવાન જય કિશાન વેપારી એશો. રાજપુત સમાજ દ્વારા ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું. તથા વોર્ડ પ માં વિવિધ વિસ્તારોમાં પદ યાત્રા કરી લોકસંપર્ક યોજાયો હતો.

બ્રહમ અગ્રણી દર્શિત જાનીના પિરવારની સૌજન્ય મુલાકાત લેતા રૂપાલા

શહેરના પુષ્કર ધામ ખાતે સમસ્ત બ્રહમસમાજના અગ્રણી દર્શિતભાઈ જાનીના પિરવારની રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલા ધ્વારા સૌજન્ય મુલાકાત યોજાઈ હતી. આ  તકે દર્શિતભાઈ જાની તેમજ પિરવારના સભ્યો પુર્વીબેન જાની, નિરેનભાઈ જાનીએ પરશોતભાઈ રૂપાલાનું ઉષ્માસભર સ્વાગત ર્ક્યુ હતુ. આ તકે જાની પિરવાર તરફથી રૂપાલાજીને ભગવાનશ્રી પરશુરામજીની ફરસી સ્મૃચિ ચિહન રૂપે અર્પણ કરવામાં આવી હતી. આ તકે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા મયુરભાઈ શાહ, ભાજપ અગ્રણીઓ કશ્યપભાઈ શુકલ, જીતુભાઈ મહેતા, કિરીટભાઈ પાઠક, મનીષભાઈ માદેકા,  મુકેશભાઈ વ્યાસ સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.