Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક દિવસ માટે મુંબઈ પહોંચ્યા છે. તેઓએ બોમ્બે IITના 56માં દીક્ષાંત સમારંભમાં 3 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 43 છાત્રોને સિલ્વર મેડલ આપ્યાં. મોદીએ કહ્યું, “આજે 11 ઓગસ્ટ છે. આજના દિવસે જ 110 વર્ષ પહેલાં દેશની આઝાદી માટે ખુદીરામ બોસે પોતાનું સર્વસ્વ પ્રદાન કર્યું હતું. આઝાદી માટે તેઓએ પ્રાણઆપ્યાં, પોતાનું બધું જ સમર્પિત કરી તેઓ અમર થઈ ગયા. પરંતુ આપણાં લોકોને આઝાદી માટે મરવાનું સૌભાગ્ય ન મળ્યું. જો કે આપણે આઝાદ ભારત માટે જીવી શકીએ છીએ.”

વડાપ્રધાને કહ્યું કે, “IIT તે સંસ્થાનોમાં છે જે ન્યૂ ઈન્ડિયાની ન્યૂ ટેકનોલોજી માટે કામ કરે છે. આવનારા સમયમાં વિશ્વનો વિકાસ કેવો હશે, તે નવી ટેકનોલોજી નક્કી કરશે. એવામાં તમારો રોલ ઘણો જ મહત્વનો હશે. આજે એનર્જી અને એન્વાયરમેન્ટ સૌથી મોટો પડકાર છે. મને વિશ્વાસ છે કે આ બંને ક્ષેત્રે રિસર્ચ માટે એક યોગ્ય વાતાવરણ સ્થાપિત થશે. સોલર એનર્જી ક્લીન એનર્જીનો એક મોટો સોર્સ સાબિત થવાનો છે.

મેં વર્લ્ડ ફ્યૂલ ડે પર કહ્યું હતું કે ક્લીન એનર્જી પર દેશના IIT ઇન્સ્ટીટયૂટમાં ભણાવવામાં આવે. આજે IITની પરિભાષા અમારા માટે થોડી બદલાઈ ગઈ છે. IIT ઈન્ડિયા ઇસ્ટ્રુમેન્ટ ફોર ટ્રાંસફોર્મેશન બની ગયા છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.