આઈટી અને ટેક્નોકાર્ટ માટે અમેરીકા દોઝખ બની જશે

યુએસમાં ગ્રીન કાર્ડ પર નઝર રાખતા કર્મચારીઓ માટે વધુ માઠા સમાચાર છે.ગૂગલના પ્રોગ્રામ ઈલેક્ટ્રોનિક રિવ્યૂ મેનેજમેન્ટ (પીઈઆરએમ)ને થોભાવવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ દર્શાવે છે કે યુએસનો કોઈપણ કર્મચારી ટેકનોલોજી ક્ષેત્રે કોઈ ચોક્કસ ભૂમિકા માટે લાયક ન હોવાથી કર્મચારીઓની મોટી સંખ્યામાં છટણી કરવામાં આવી રહી છે જેથી કરીને ટેક કંપનીઓના મત મુજબ ખૂબ જ સારી લાયકાત ધરાવતા કર્મચારીઓ જ આ ક્ષેત્રમાં કાર્ય કરે.

એલન મસ્કના ગૂગલે હવે યુએસમાં ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા ધારકો માટેના દરવાજા બંધ કર્યા છે.ગૂગલ નો પ્રોગ્રામ ઈલેક્ટ્રોનિક રિવ્યૂ મેનેજમેન્ટ (પીઈઆરએમ) કે જે કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડ મેળવવા માટેની ચાવી અને પ્રથમ અગત્યનું પગલુ છે.પીઈઆરએમ એપ્લિકેશન દ્વારા ડિપાર્ટમેન્ટ ઑફ લેબર માંથી કોઈ ચોક્કસ કાર્ય માટે સર્ટિફિકેટ મેળવી શકાય છે.કે જેમાં કર્મચારીઓ પોતાની લાયકાત દર્શાવવાની હોય છે. આ પ્રોગ્રામને સ્થગિત કરાતા બહોળા પ્રમાણમાં લોકો પોતાની નોકરી ગુમાવી રહ્યા છે.

વિશ્વભરમાં મોટી ટેક કંપનીઓ આર્થિક મંદીનો સામનો કરી રહી છે, જેના માટે તેઓએ તેમના કર્મચારીઓને છટણી કરવાનો એકમાત્ર રસ્તો શોધી કાઢ્યો છે. તાજેતરમાં, ગૂગલે તેના 12000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી, તે શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે હજારો કર્મચારીઓને તેમની નોકરીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, અને આ પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી.