Abtak Media Google News

તેરે પ્યારમે લૂંટ ગયે બીચ બજાર મેં…. તારા વિના જિંદગી, જિંદગી નથી…. આવી કંઈક પ્રેમભરી પણ સાથે દર્દભરી લાઈન બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવતીએ સુશાંતસિંહ રાજપૂત પર લખી છે. સુશાંતસિંહની આપઘાતની ઘટના સામે આવ્યા બાદ જો સૌથી વધુ કોઈ શંકાના દાયરામા આવ્યું હોય તો તે છે રિયા ચક્રવર્તી. તેણીએ છેલ્લાં એક વર્ષના સમયગાળામાં સીબીઆઈ અને એનસીબી સહિત પોલીસની આકરી પૂછપરછનો ઘણો સામનો કરેલો. એટલું જ નહીં સુશાંતના ચાહકોનો પણ એટલો આક્રોશ સહન કરેલો. પણ ગઈકાલે સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેણીએ ચાહકો કે અન્ય લોકોની ટીકા કે આક્રોશનો ડર રાખ્યા વગર ફરી સુશાંત સિંહ પ્રત્યેની પોતાની ભાવભરી વેદના ઠાલવી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

સુશાંતસિંહ રાજપૂતના આપઘાત બાદ સૌથી વધુ શંકાના દાયરામાં અને આકરી પૂછપરછનો ભોગ બનેલ રિયાએ સોશિયલ મીડિયા પર SSR વિશે ભાવભેર પોસ્ટ કરી ઠાલવી વેદના

મને ખબર છે તું એન્જલ બનીને મને દરરોજ જોઈ રહ્યો છો, મારી રક્ષા કરી રહ્યો છો- રિયા ચક્રવર્તી

Screenshot Of Rheas Instagram Story

પ્રેમ એક એવો ભાવ છે કે જેની જરૂર દરેકને છે. પ્રેમ વગર બધું જ અધૂરું છે. પછી માત્રએ માણસ-માણસ વચ્ચેના કે કોઈ છોકરા છોકરી વચ્ચેના પ્રેમની વાત નથી. સમગ્ર જીવન તમે કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે સબંધને પ્રેમ કરો તો પણ તે પ્રેમનો અંત નથી આવતો. મોટા ભાગના કિસ્સામાં એવું થાય કે માનવીને ગુમાવ્યા બાદ જ તેની કદર થાય. તે સાથે હોય ત્યારે આપણે તેને ઘણું બધું કહેવું હોય, સાંભળવું હોય તેની સાથે મન મૂકીને વાતો કરવી હોય. પરંતુ તે કોઈ કારણોસર શક્ય નથી બનતું. તે માણસ ગયા પછી ખુબ પસ્તાવો થાય છે. ગઈ કાલે લોકોના દિલમાં જગ્યા બનાવી ગયેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ હતી.

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ નિમિતે ઘણા બધા લોકોએ તેને યાદ કર્યો. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ તેને યાદ કરતા એક ભાવનાત્મક નોટ લખી પોસ્ટ કરી હતી. પોસ્ટમાં પોતાની અને સુશાંતની તસવીર શેર કરતા લખ્યું હતું કે, ‘તેની સાથે દરરોજ ‘માલપુઆ’ ખાવાની અને દુનિયાની ક્વોન્ટમ ફિઝિક્સની બધી બુક વાંચવાનું વચન આપ્યું હતું.’

રિયાએ આગળ પોસ્ટમાં લખ્યું કે, ‘એવી કોઈ ક્ષણ નથી કે મને વિશ્વાશ થાય કે તું હવે આ દુનિયામાં નથી. સમય બધું ઠીક કરી દે છે, પરંતુ તું મારો સમય અને મારુ બધું તું જ હતો. મને ખબર છે કે, તું એક એન્જલ બનીને તારા દૂરબીનથી ચાંદ અને મને જોતો જ હઈશ. અને મારી રક્ષા કરીશ. તમારા વગર હવે કોઈ જીવન નથી. તમે જિંદગી જીવવાનો અર્થ તમારી સાથે લઈ ગયા છો.’

‘હું દરરોજ તારી આવવાની રાહ જોઉં છું. હું તને દરેક જગ્યાએ શોધી રહી છું. હું જાણું છું કે તું અહીં મારી સાથે છો. આ દુખ મને રોજ તોડે છે. જ્યારે પણ હું તને અહીં નથી એવું વિચારું છું, ત્યારે મારી લાગણીઓનો બંધ તૂટી જાય છે. આ લખતા સમયે મારૂ દિલ ખૂબ દુખી થાય છે.’

 આ સાથે સુશાંતના ઘણા બધા ચાહકોએ તેને યાદ કરી ભાવપૂર્ણક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમાં સુશાંતની એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ સામીલ હતી. અંકિતાએ સુશાંત સાથેનો એક ટ્રાવેલ વિડીયો શેર કર્યો હતો.
આ સાથે અંકિતાએ બીજા બે વિડીયો શેર કર્યા છે. જેમાં એક વિડીયોમાં 2011માં બંને એક સાથે દિવાળી મનાવે એવો છે, જયારે બીજો વિડીયો કોઈ એક પૂજામાં બંને એક સાથે છે તેવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.