Abtak Media Google News

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ઓનલાઈન રિટેલ પોર્ટલ ફ્લિપકાર્ટ માટે કરવામાં આવેલી જાહેરાતને લઈને વિવાદમાં ફસાયા છે અને ટ્રેડર્સ એસોસિએશને તેમની જાહેરાત સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે.  આ જાહેરાત અંગે બિગ બી અને ફ્લિપકાર્ટની આકરી ટીકા કરતા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એ ગ્રાહક મંત્રાલયના સેન્ટ્રલ ક્ધઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીના ચેરપર્સન નિધિ ખરેને પણ ફરિયાદ કરી છે.

ટ્રેડર્સ એસોસિએશને જાહેરાત સામે સખ્ત વાંધો વ્યક્ત કર્યો

ક્ધફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે ફ્લિપકાર્ટની આ જાહેરાત માટે અમિતાભ બચ્ચનની ટીકા કરી છે અને કહ્યું છે કે આ જાહેરાત ખૂબ જ ભ્રામક છે.   ગ્રાહક સુરક્ષા અધિનિયમની કલમ 2 (47) હેઠળ સેન્ટ્રલ ક્ધઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી પાસેથી બિગબી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.  સીએટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કલમ 2(47) હેઠળ ફ્લિપકાર્ટે અમિતાભ બચ્ચન (એન્ડોર્સર) દ્વારા મોબાઈલની કિંમત વિશે લોકોને ગેરમાર્ગે દોર્યા છે. તેમણે કહ્યું કે જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ઑફલાઇન સ્ટોર્સના વેપારીઓ ફ્લિપકાર્ટ જે કિંમત પર મોબાઇલ આપી શકે છે તે કિંમતે મોબાઇલ આપી શકતા નથી.

તેને દેશના ઉદ્યોગપતિઓનું મોટું અપમાન ગણાવતા તેમણે કહ્યું કે તે ભ્રામક જાહેરાતોને રોકવા માટે સરકારની માર્ગદર્શિકાના નિયમોની વિરુદ્ધ છે.સીએટીએ સેન્ટ્રલ ક્ધઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી પાસે આ જાહેરાત પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે જેથી કરીને દેશના ઓફલાઈન રિટેલ વેપારીઓને જાહેરાતના કારણે થતા નુકસાનમાંથી બચાવી શકાય.  ક્ધફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ને  ફ્લિપકાર્ટ અને અમિતાભ બચ્ચન પર દંડ લગાવવા વિનંતી કરી છે.

સંસ્થાએ જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચને ફ્લિપકાર્ટના ભ્રામક દાવાને સમર્થન આપીને લોકોને ગેરમાર્ગે દોર્યા છે કે મોબાઇલ ફોન પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઑફલાઇન સ્ટોર્સમાં ઉપલબ્ધ નથી અને તે માત્ર ફ્લિપકાર્ટ પર જ ઉપલબ્ધ છે.  પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે અમિતાભ બચ્ચનની જાહેરાતને કારણે સમગ્ર વેપારી સમુદાય તેમનાથી ખૂબ નારાજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.