Abtak Media Google News

બોલીવુડમાં લગભગ બધા ગાયકો સાથે સુંદર યુગલ ગીતો ગાયા: તેમનું ‘તુમ મુજે ભૂલ ભી જાવો’ અવિસ્મરણિ ગીત બની ગયું: 1954 થી 1982 સુધી તે એક અલગ અંદાજની ગાયિકા હતી

ફિલ્મોમાં બે દાયકા સુધી ના ભૂલી શકાય તેવા અમર ગીતોની ગાયિકા સુધા મલ્હોત્રાએ છેલ્લે રાજકપૂરની ફિલ્મ ‘પ્રેમરોગ’માં ગીત ગાયુ હતું: ઘેરા અને માદક અવાજનો નશો આજે પણ શ્રોતાઓના દિલો-દિમાગમાં છવાયેલા છે

30 નવેમ્બર 1936ના રોજ સુધા મલ્હોત્રાનો જન્મ નવી દિલ્હી ખાતે થયો. તેમનું બાળપણ ભોપાલ-ફિરોઝપૂર અને લાહોર જેવા શહેરોમાં વિત્યું. એ જમાનામાં ફિરોઝપૂરમાં રેડક્રોસ સંસ્થાને મદદ કરવા એક સંગીત કાર્યક્રમ યોજાયો હતો. તેમાં સુધા મલ્હોત્રાએ ગીતો ગાયા હતા. આ કાર્યક્રમમાં પ્રસિધ્ધ સંગીતકાર ગુલામ હૈદરે સુધાજીનો અવાજ સાંભળ્યોને પ્રભાવિત થયા હતા. થોડા સમય બાદ લાહોર ઓલ ઇન્ડિયા રેડિયોમાં ગાવાનું શરૂ કર્યું. આ ગાળામાં સંગીતની તાલિમ ઉસ્તાદ અબ્દુલ રહેમાનખાન અને પંડિત લક્ષ્મણ પ્રસાદ જયપુરવાલે પાસેથી મેળવી હતી.

માત્ર 11 વર્ષની વયે સુધા મલ્હોત્રાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ મૂક્યો હતો. એ જમાનાના મહાન સંગીતકાર અનિલ વિશ્ર્વાસે તેમને પ્રથમવાર ગાવાની તક આપી. પહેલા ગીતના શબ્દો “મિલા ગયે નૈન’ હતા. બાદમાં સતત બે દશકા સુધી સુંદર કદીના ભૂલી શકાય એવા અમર ગીતો ગાયા. ફિલ્મી ગાયિકા તરીકે ભલે ઓછા ગીતો ગાયા પણ જેટલા ગીતો ગાયા તે ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેમનાં ઘેરા અને માદક અવાજનો નશો આજે પણ શ્રોતાઓના દિલો દિમાગ પર છવાયેલો છે. તેમણે ફિલ્મી ગીતો ઉપરાંત સુંદર ભજનો પણ ગાયા છે. તેમના અવાજની ઘેઘુરતા કુદરતની આપેલી અણમોલ ભેટ હતી. તેમણે 155 ફિલ્મમાં 264 ગીતો ગાયા હતા.

1958-59ના સમય ગાળામાં ‘દીદી’ ફિલ્મનાં ગીતોનું રેકોર્ડિંગ ચાલતું હતું. સાહિર લુધયાનવીના ગીતોને સંગીત એન.દત્તાએ આપ્યું હતું. આ ફિલ્મના ‘બચ્ચો તુમ તકદીર હો કલકે હિન્દુસ્તાન કી’ અને ‘પ્યાર હી મુઝે દરકાર હે’ જેવા શ્રેષ્ઠ ગીતોનો સમાવેશ હતો. એક ગીતનાં રેકોર્ડિંગ વખતે જ એન.દત્તાની તબિયત બગડી, ગીત રેકોર્ડ કરવું જરૂરી જ હતું ત્યારે સુધાજીએ ગીતની તર્જ બનાવીને કામ પૂર્ણ કર્યુંને સાથે જ ફિલ્મ જગતનાં શ્રેષ્ઠ ગીતમાં જેની ગણના થાય છે તે “તુમ મુઝે ભૂલ ભી જાઓ, તો યે હક હે તુમ કો’ અવિસ્મરણીય ગીત બની ગયું’.

સુધા મલ્હોત્રાના અલગ અંદાજથી ગવાયેલા ગીતોને કારણે અને સુંદર અવાજને લીધે ટુંકા સમયગાળામાં આગવી ઓળખ ઉભી કરીને પ્રથમ હરોળની ગાયિકા બની હતી. ‘બરસાત કી રાત’ ફિલ્મની કવ્વાલી આજે પણ લોકો યાદ કરે છે. તેમને ગાયેલા તમામ ગીતો સુપરહિટ બની ગયા હતા. એ જમાનાના લગભગ બધા જ ગાયક કલાકારો સાથે તેમણે સુંદર યુગલ ગીતો ગાયા હતા.

સુધા મલ્હોત્રાએ હિન્દી ફિલ્મમાં અભિનય અને ગાયિકા તરીકે 1950 થી 1960ના દશકામાં હિટ ફિલ્મોમાં સુંદર ગીતો ગાયા હતા. તેમની આરજુ, ધૂલ કા ફૂલ, અબ દિલ્હી દૂર નહી, ગર્લફ્રેન્ડ, દીદી, બરસાત કી રાત, કાલાપાની, બરસાત કી રાત, દેખ કબીરા રોયા, જેવી અનેક ફિલ્મો હિટ ગીતો આપ્યા. છેલ્લે તેમણે 1982માં રાજકપૂરની ફિલ્મ ‘પ્રેમરોગ’માં મુજરા ટાઇપ સોંગ “યે પ્યાર તો કુછ કુછ હોતા હૈ” ગાયું હતું. હિન્દી ફિલ્મો સુધાજીએ અરૂણ દાતે સાથે સુંદર મરાઠી ભજનો પણ ગાયા હતા.

તેમની સફળ કારકિર્દી 1954 થી 1982 રહી હતી. 2013માં ભારત સરકાર દ્વારા સુધા મલ્હોત્રાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કર્યા હતા. તેમની પ્રથમ ફિલ્મ ‘આરજુ’ હતી. તેમણે લગ્ન પછી 1960થી બોલીવુડ છોડ્યું પણ 1982માં પ્રેમરોગ ફિલ્મમાં અને કેટલાક એલ્બમ રેકોર્ડ કર્યો જેમાં ‘લવમુડ’માં ગઝલ ગાયક જગજીતસિંહ સાથે ઉમદા ગઝલો ગાય હતી. મરાઠી ભજન ‘શુકરતારા મંડવારા’ આજે પણ હિટ છે. તેમણે 155 ફિલ્મોમાં 264 ગીતો ગાયા હતા.

સુધા મલ્હોત્રાની હિટ ફિલ્મોમાં દેખ કબીરા રોયા (1957), બરસાત કી રાત (1960), ધૂલ કા ફૂલ (1959), દિલે નાદાન (1953) વિગેરે જેવી હિટ ફિલ્મની ગણના થાય છે. તેમણે સાહિર લુધયાનવીના ગીતો વધારે ગાયા હોવાથી બંને વચ્ચેની વાતોએ જમાનામાં ચાલી હતી. જો કે સાહિર પણ ‘ચલો ઇકબાર સે હમ અજનબી બન જાયે’ જેવા પ્રેમગીતો લખ્યા હતા. આરજુ (1950), ચલતી કા નામ ગાડી (1958) અને બાબર (1948) જેવી ફિલ્મો ગીતો ગાયને સુધાજી અનફરગોટેબલ સીંગર બની ગયા હતા. સુધા મલ્હોત્રાના ટોપ-10 ગીતોને કારણે તે જુના ગીતોના ચાહકોમાં સદૈવ અમર થઇ ગયા હતા. 1959માં ફિલ્મ ‘દીદી’ના “તુમ મુઝે ભૂલ ભી જાઓ” 1950માં આરજુ ફિલ્મના ગીત મીલા ગયે નૈન, 1954માં મિર્ઝા ગાલિબ ફિલ્મનું “ગંગા કી રેત પે” 1957માં અબ દિલ્હી દૂર નહી ફિલ્મમાં ‘માલિક તેરે જર્હાં મેં’ સાથે હિટ ફિલ્મો ચલતી કા નામ ગાડી, હિરામોતી, ગર્લફ્રેન્ડ, બાબર, કાલાબાજાર અને પ્રેમ રોગના ગીતોની ગણના થાય છે.

તેમણે સુમન કલ્યાણપુર, મોહમંદ રફી, મન્નાડે, હેમંતકુમાર, મહેન્દ્ર કપૂર, લત્તાજી, મુકેશ, કિશોર કુમાર જેવા ગાયકો સાથે સુંદર યુગલ ગીતો ગાયા હતા. બોલીવુડના ગોલ્ડન એરામાં સુધા મલ્હોત્રાનો જાદુઇ અવાજ જ બાળ કલાકારો માટે ઘણા ગીતો ગાયા હતા. સ્વરચિત ગીતો ગાતા હતા. તેમણે બાળ કલાકારો માટે ઘણા ગીતો ગાયા હતા. ‘કાલાપાની’ ફિલ્મનું ભજન ખૂબ જ લોકપ્રિય થયેલ હતું. સાહિર લુધયાનવીના શબ્દોને સુધાજીએ સ્વર આપીને અમર બનાવી દીધા હતા.

ટોપ-10 ગીતોની ફિલ્મો

  • દીદી
  • મિર્ઝા ગાલિબ
  • અબ દિલ્હી દૂર નહી
  • ચલતી કા નામ ગાડી
  • હિરામોતી
  • બાબર
  • કાલા બઝાર
  • ગર્લફ્રેન્ડ
  • પ્રેમરોગ
  • દેખ કબીરા રોયા
  • બરસાત કી રાત
  • ધૂલ કા ફૂલ
  • દિલે નાદાન

અલગ અંદાજથી ગવાયેલા ગીતોને કારણે આગવી ઓળખ ઉભી કરી

માત્ર 11 વર્ષની વયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ મૂકતા સુધા મલ્હોત્રાને એ જમાનાના મહાન સંગીતકાર અનિલ વિશ્ર્વાસે પ્રથમ તક આપી હતી. 1958માં ‘દીદી’ ફિલ્મનું ગીત સાહિર લુધયાનવી લખ્યું હતું ને એન.દત્તાએ સંગીત આપ્યું હતું. સંગીતકારની તબિયત સારી ન હોવાથી સુધાજીએ તર્જ બનાવીને રેકોર્ડ કર્યું જે ગીત “તુમ મુઝે ભૂલ ભી જાઓ તો યે હક્ક હે તુમકો” ખૂબ જ સફળ રહ્યું હતું.

સુધાજીના અલગ અંદાજથી ગવાયેલા ગીતો, યુગલ ગીતો અને ભજનને કારણે તેમની આગવી ઓળખ ઉભી થઇ હતી. તેમના ટોપ-10 ગીતોમાં દીદી, મિર્ઝાગાલિબ, અબ દિલ્હી દૂર નહી, ચલતી કા નામ ગાડી, હિરામોતી, બાબર, કાલાબઝાર, ગર્લફ્રેન્ડ અને પ્રેમરોગ ફિલ્મના ગીતોની ગણના થાય છે. તેમની દેખકબીરા રોયા (1957), બરસાત કી રાત (1960), ધૂલ કા ફૂલ (1959) અને દિલે નાદાન (1953) ખૂબ જ સફળ રહેતા તેના ગીતો સુપરહીટ થયા હતા. 1957માં આવેલી ફિલ્મ ‘નરસિંહ ભગત’નું દર્શન દો ઘનશ્યામ ભજન આજે પણ લોકપ્રિય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.