Abtak Media Google News

કોરોનાને નાથવા માટે એકમાત્ર શસ્ત્ર વેક્સિનેશન છે. વેપારીઓ એ કોરોનાની વેક્સિન લીધી છે કે કેમ તે અંગે આજે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા હોકર્સ ઝોન અને ડેરી ફાર્મમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હોકર્સ ઝોનમાં બેસતા ૫૦ ટકાથી પણ વધુ ફેરિયાઓએ કોરોનાની વેક્સિન લીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.આ ઉપરાંત પાંચ સ્થળેથી ખાદ્યસામગ્રીના નમુના લઇ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

કાલાવડ રોડ હોકર્સ ઝોન, પ્રેમ મંદિર પાસેના હોકર્સ ઝોન અને ભક્તિનગર સ્ટેશન પ્લોટ હોકર્સ ઝોનમાં ૫૧ પૈકી ૨૬ ફેરિયાઓએ કોરોનાની વેકસીન લીધા હોવાનું ખુલ્યું:તુવેરદાલ અને આઇસ્ક્રિમના નમૂના લેવાયાં

Whatsapp Image 2021 06 15 At 2.26.58 Pm 2 આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની આરોગ્ય શાખાને સંલગ્ન ફુડ વિભાગ દ્વારા આજે જુના માર્કેટિંગ યાર્ડમાં રમેશકુમાર એન્ડ કંપનીમાંથી જે.પી.પી.એલ. તુવેરદાલ નમૂનો લેવામાં આવ્યો હતો. જ્યારે પંચનાથ મંદિર પાસે ડી. કે.એન્ટરપ્રાઇઝમાંથી ડીલાઇટ ચોકોબાર આઇસ્ક્રીમનો નમુનો, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ પર મહાવીર આઇસ્ક્રીમમાંથી હેવમોર બ્રાન્ડ અમેરિકન નટ્સ  આઈસક્રીમ,જ્યારે યોગેશ્વર પાર્ક મેઇન રોડ પર ભગત કૃપા પ્રોવિઝન સ્ટોરમાંથી તુવેરદાળનો નમૂના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

Whatsapp Image 2021 06 15 At 2.26.58 Pm 3

આ ઉપરાંત આજે કાલાવડ રોડ ,પ્રેમ મંદિર પાસેનાં  અને ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા હોકર્સ ઝોનમાં વેક્સિનેશન અંગે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં હોકર્સ ઝોનના વેપારીઓએ વેકસીન લીધી છે કે કેમ તે અંગે ચેકિંગ કરાયું હતું.જેમાં ૫૦ ટકા જેટલા વેપારીઓએ વેક્સિન લીધો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. હોકર્સ ઝોનમાં લોકોની સૌથી વધુ અવર જવર રહેતી હોય છે. આવામાં હોકર્સ ઝોનમાં ફેરિયાઓ સુપર સ્પ્રેડર બનીને  ત્રીજી લહેર ને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.જો તેઓને કોરોનાની વેક્સન આપી સુરક્ષિત કરવામાં નહીં આવે તો રાજકોટમાં નિશ્ચિતપણે આગામી દિવસોમાં આવશે

Whatsapp Image 2021 06 15 At 2.26.58 Pm

કોઠારિયા રોડ પર અલગ-અલગ ૧૪ ડેરી ફાર્મમાં વેકસીન અંગે ચેકિંગ હાથ ધરાયું હતું.જેમાં માત્ર બેવજ ડેરી સંચાલકોએ કોરોનાની વેક્સિન ન લીધી હોવાનું જાણવા મળ્યું હતું. તમામ બિઝનેસ ઓપરેટરને હાઇજેનિક કંડિશન જાળવી રાખવા અને જલ્દીથી વેક્સિનેશન કરાવી લેવા તાકીદ કરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.