Abtak Media Google News

કુંભમેળામાં સફાઇ કામદારોના પગ ઘોઇને તેની પબ્લીસીટી કરીને એક કાંકરે અનેક પક્ષી મારવાનો મોદીના પ્રયાસનો રાજકીય તર્ક

હિન્દુ ધર્મના પૌરાણિક ધાર્મિક ગ્રંથ રામાયણમાં ભગવાન શ્રીરામ અને નાવિક કેવટનો પ્રસંગ આવે છે ભગવાન શ્રીરામને ગંગા નદી પાર કરાવવા માટે કેવટ પોતાની નાવમાં બેસાડતા પહેલા તેના પગ ઘોએ છે. તે માટે ભગવાનને રાજી કરવા કેવટે ઉદાહરણ આપતા કહ્યું હતું કે અહલ્યા પથ્થર હતી તેને આપનો પગ અડતા સ્ત્રી બની ગઇ હતી તો મારી નાવને આપના પગનો ર્સ્પશ થાય તો તે સ્ત્રી બની જાય તો મારે મુસીબત ઉભી થઇ જાય. આ વાત ઉદાહરણ આપવા પાછળ કેવટનો સ્વાર્થ ભગવાન શ્રીરામના પગ ઘોઇને સ્વર્ગ મેળવવાનો હતો. જેવો જે ઘાટ ગઇકાલે પ્રયાગ રાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જોવા મળ્યો હતો.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેવટની જેમ સફાઇ કામદારોના પગ ઘોઇને ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણીની વેતરણી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. કેવટનો સ્વાર્થ હતો સ્વર્ગનો જયારે મોદીનો સ્વાર્થ છે ચુંટણી જીતવાનો મોદીએ ગંગાને સાફ રાખવામાં સફાઇ કામદારોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવીને જાહેરમાં તેમના પગ ઘોયા હતા. દુનિયાભરના કેમેરા સામે આ કાર્ય કરીને મોદીએ એક કાંકરે અનેક પક્ષી મારવાનો પ્રયાસ કર્યો હતો. દેશભરના દલીતો ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે ત્યારે દલીતોના પગ ઘોઇને તેમને રાજી કરવાનો મોદીએ પ્રયાસ  કર્યાનું અને વડાપ્રધાન મોદીના આ કાર્ય પાછળ ધાર્મિક ભાવના હોય તો તેમણે આની પબ્લીસીટી કરી ન હોત તેવો રાજકીય તર્ક લગાવવામાં આવી રહ્યો છે.

પ્રયાગ રાજમાં યોજાઇ રહેલા કુંભ મેળામાં નિરંતર પણે કરોડો ભાવિકો ગંગામાં પવિત્ર ડુબકી મારી પુણ્યનું ભાથુ બાંધી લે છે ત્યારે મેળામાં અલોપ્તિ સ્વચ્છતા વ્યવસ્થાની કદર કરી ગંગા જમ્મુના અને ઓઝલ સરસ્વતિના સંગમ સ્થળે પવિત્ર વાતાવરણ  માટે પડકારજનક સ્વચ્છતા અંગે વડાપ્રધાન એ સફાઇ કામદારો ને ઋણી માની તેમના પગ ઘોઇ કૃતજ્ઞાત વ્યકત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભમેળાની મુલાકાત દરમ્યાન સફાઇ કામદારોનું સન્માન કરી સ્વચ્છ કુંભ, સ્વચ્છ આભાર પુરસ્કાર વિજેતા સફાઇ કામદારોના પગ ઘોયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગ રાજ ખાતે ત્રિવેણી ઘાટ ઉપર પવિત્ર ડુબકી લગાવ્યા બાદ સફાઇ કામદારો સ્વચ્છ કુંભ સ્વચ્છ આભાર પુરસ્કાર આપ્યા બાદ કુંભ મેળાનું મેદાન સ્વચ્છ રાખનાર સફાઇ કામદારોની કદર કરી હતી. અને મોદીએ અનોખું સ્વચ્છ રાખવા માટે અથાગ પ્રવૃતિ કરનાર સ્વચ્છ કુંભ સ્વચ્છ આભાર એવોર્ડ  પગ મને ઘોવા દયો રઘુરાય મોદીએ કામદારોના પગ ઘોઇ કુર્તજ્ઞા વ્યકત કરી વિજેતા પાંચ સફાઇ કામદારોના જાહેરમાં કેમેરાની સાક્ષીએ વડાપ્રધાન મોદીએ સફાઇ કામદારોના પગ ઘોયા હતા.

વડાપ્રધાને જણાવ્યું હતું કે આ વિશાળ મહાયજ્ઞનું વીસ હજાર કચરાપેટીઓ એક લાખ શૌચાલયોની સફાઇની જાણવણીની કલ્પના પણ અધરી લાગે છે. ત્યારે યજ્ઞ સફાઇ કર્મચારીઓ કેવી રીતે પાર પાડતા હશે. તેમણે સફાઇ કર્મચારીઓને કર્મયોગી ગણાવ્યા હતા. આ સફાઇ કર્મચારીઓ મારા ભાઇ-બહેનો છે જે સવારે વહેલા ઉઠી જાય છે અને રાત્રે મોડે સુધી જાગી આખું પરિસર સ્વચ્છ રાખે છે. તેમને કોઇ વખાણની જરુર નથી કોઇની પ્રશંસાની દરકાર કર્યા વગર તેવો સતત થાકયા વગર તેમના કામને ન્યાય આપે છે.

આ તકે તેમણે જણાવ્યું હતું કે આ સફાઇ કર્મયોગીઓને હું જીવનભાર યાદ રાખીશ. કુંભમેળો સ્વચ્છ ભારત અભિયાન યજ્ઞની ઓળખ બની ગઇ છે. હું સફાઇ કર્મચારીઓને શાબાશી આપું છું કે સમાજના સૌથી છેવાડાના વર્ગમાંથી આવીને સમાજ માટે આશીર્વાદ રુપ કામ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રમોદી સફાઇ કર્મચારીઓના પગ ઘોઇને સન્માન કરી તેમના આગવા રુપના દર્શન ઠરાવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્મયોગી સફાઇ કર્મચારીઓ પ્યારેલાલ નરેશ કુમાર અને ચોબીને રહે બધા બંદા અને છત્તીસગઢના ઓરબાની જયોતિબેનને વડાપ્રધાને ખુરશી પર બેસાડી પગ ધોઇ સન્માનીત કર્યા હતા. ગદગદીત પગ ધોઇ સન્માનીત કર્યા હતા. સફાઇ કર્મચારી ઓએ જણાવ્યું હતું કે તેમને સામે ખુરશી પર બેસવાનું માન અને તે અમારા પગ ધોતા હતા ત્યારે અમે નિ:શબ્દ બની ગયા હતા. તેમણે અમારા પગ ધોયા  અને પછી સાફ કર્યા હતા.

ડિજિટલ ઈન્ડીયાની કમાલ: મોદી વીસીથી એક કરોડ ભાજપી કાર્યકરોને સંબોધશે

લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષોમાં પ્રચાર પ્રસારની રણનીતિમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે એડી ચોટીનું જોર લગાવાય રહ્યું છે તેમાં ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડીયાના ક્ધસેપ્ટને સૌથી વધુ અમલમાં મૂકી પ્રચારના ઘોડાની રેસમાં કોઈનો ઘોડો ભાજપથી આગળ ન નીકળી જાય તે માટે આયોજનમાં ભાજપ સૌથી આગળ દોડી રહ્યું છે.

ભાજપના સ્ટાર પ્રચારક અને પક્ષનો મુખ્ય આધાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક અઠવાડીયામાં અલગ અલગ પંદર હજાર લોકેશન પર દેશભરનાં ભાજપન એક કરોડ કાર્યકર્તાઓને વિડિયો કોન્ફરન્સથી સંબોધશે.

૨૮મી ફેબ્રુઆરી દેશના એક કરોડ ભાજપના કાર્યકરોને વડાપ્રધાનના આ સંબોધનની ભાજપે વિશ્ર્વનું સૌથી મોટુ વિડિયો કોન્ફરન્સ અભિયાન ગણાવ્યું છે.

ભાજપ અધ્યક્ષ અમિતશાહે રવિવારે પોતાના ટવીટ સંદેશામાં જણાવ્યું હતુ કે ૨૮મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન ભાજપના એક કરોડ કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને વોલિયેન્ટરોને દેશમાં ફેલાયેલા પંદર હજાર લોકેશનનોના નેટવર્કથી સંબોધશે તેમણે દેશભરનાં કાર્યકરોને તેમના સુચનો ‘મેરા બુથ સબર્સ મજબુત શિર્ષક હેઠળ સુચનો નમો એપ ઉપર મૂકવા જણાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રમોદી લોકસભાની ચૂંટણી પહેલા દેશના તમામ કાર્યકરો સાથે જીવંત સંવાદીતાના માધ્યમથી આગામી ચૂંટણી માટે મજબુત મનોબળ કેળવવાનો માહોલ ઉભો કરશે.

ભાજપ દ્વારા દરેક કાર્યકરો માટે મેરાબુથ સબસે મજબુત અભિયાનના માધ્યમથી નરેન્દ્ર મોદી સાથે સીધા સંવાદની એક મોટી તક ઉભી કરી રહ્યું છે.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી આ વખતે દરેક રાજકીય પક્ષો વચ્ચે ભારે ખરાખરીના ખેલ અને ખૂબજ ગળાકાપ રાજકીય સ્પર્ધાનાં માહોલમાં યોજાવાની છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માઈ વ્યકિતત્વ અને કાર્યકરો સાથે રૂબરૂ  સંવાદનો સેતુ ઉભો થાય તે માટે ૨૮મી ફેબ્રુઆરી વડાપ્રધાનના વિડિયો કોલીંગ સંબોધનથી દેશભરનાં એક કરોડ કાર્યકર્તાઓ ચૂંટણી પહેલાની રણનીતિ અને વડાપ્રધાન નરેન્દ્રમોદીના આત્મીય સંપર્કથી રિચાર્જ થઈ જશે.

એવું કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્પર્શ અને પ્રભાવમાં એક વખત આવનાર વ્યકિત આજીવન તેમનો ફેન બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.