Abtak Media Google News

મવડીમાં સ્ત્રી મિત્ર સાથે યુવકને જોઈ જતાં પૂર્વ પત્ની સહિત ચારે લમધાર્યો: સામસામે નોંધાતી ફરિયાદ

રાજકોટમાં મારામારીની ઘટના દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. જાણે પોલીસનો ડર લોકોમાં રહ્યો જ નથી.ત્યારે વધુ એક મારામારીની ઘટના શહેરમાં સામે આવી છે.જેમાં મવડી કણકોટ રોડ પર ગઈકાલે સાંજના સમયે એક યુવક તેની સ્ત્રી મિત્ર સાથે હતો ત્યારે ત્યાં તેની પૂર્વ પત્ની તેના પિતા ભાઈ અને અન્ય એક શખ્સ સાથે આવી “તું જ્યાં દેખાય ત્યાં તને મારીશ તેમ કહી” યુવકને લમધાર્યો હતો. બનાવની જાણ તાલુકા પોલીસ સ્ટેશનને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ બંનેની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો અનુસાર અંબિકા ટાઉનશીપ માં રહેતા શ્રેયસભાઈ ભરતભાઈ નેસડિયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ગઈકાલ સાંજના સમયે તેની સ્ત્રી મિત્ર સાથે મહુડી કડકોટ રોડ નજીક હતા ત્યારે ત્યાં તેની પૂર્વ પત્ની તેના પિતા મહેન્દ્રભાઈ વાછાણી તેના ભાઈ ગોકુળ વાછાણી અને શ્રેયસ સવસાણી સાથે ત્યાં આવી તેનો પૂર્વ પતિ અન્ય સ્ત્રી સાથે હોવાથી તેની સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. જે મામલે તેને ફરિયાદ કરતા પોલીસે ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.

જ્યારે સામે તેની પૂર્વ પત્ની કૃણાલ બેન મહેન્દ્રભાઈ વાછાણીએ પણ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે તેનો પૂર્વ પતિ તેની સ્ત્રી મિત્ર સાથે મવડી કણકોટ રોડ પર બેઠો હતો. તેની સાથે વાતચીત કરતા તેણે અને રેણુકા કાથડે તેને માર્યો હતો જેથી તેને પોલીસ ફરિયાદ નોંધાવી છે.આ પોલીસે બંનેની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.