Abtak Media Google News

લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને  રેકોર્ડ બ્રેક લીડથી જીતાડવાનો રોડ મેપ તૈયાર કરતું શહેર ભાજપ

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ પત્રકાર પરિષદમાં આપી વિગતવાર માહિતી: લાભાર્થી સંમેલન, વેપારી સંમેલન, પ્રબુધ્ધ નાગરિક સંમેલન, સંયુકત મોરચાનું સંમેલન, પી.એમ. સાથે કાર્યકરો સંવાદ અને લોકસભા વાઈઝ વિશાળ જન સભા યોજાશે

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણમાં ભાજપ પ્રેરિત એનડીએની સરકાર રચાયાને નવ વર્ષનો સુવર્ણ કાર્યકાળ પૂર્ણ થતા  દેશભરમાં  ભાજપ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવનાર છે. લોકસભાની  આગામી ચૂંટણીમાં ભાજપ સતત  ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર રચે તેવા બુલંદ ઈરાદા સાથે સંગઠનને  મજબુત કરવા માટે ભાજપ દ્વારા જૂન માસમાં વિશેષ જન સંપર્ક  અભિયાન  હાથ ધરવામાં આવશે. જેમાં સંસદ સભ્યો, ધારાસભ્ય સહિતના હોદેદારો  જોડાશે તેમ આજે પત્રકાર પરિષદમાં વિશેષ માહિતી આપતા  પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતુ.

તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે શહેર  ભાજપ દ્વારા આગામી  1 થી 6  જૂન દરમિયાન સંપર્કથી સમર્થન, 1 થી ર0 જૂન વિકાસ તિર્થ લોસભા અને વિધાનસભા સ્તરે, લાભાર્થી સંમેલન મંડળ સ્તરે 10 થી 15 જૂન ,વેપારી સંમેલન  શહેર  સ્તરે   10 થી ર0 જૂન, પ્રદેશ દ્વારા નિશ્ર્ચિત  કરાયેલા 100 સ્થાનોએ પ્રબુધ્ધ સંમેલન, 15 થી ર0 જૂન વિધાનસભા  સ્તરે સંયુકત મોરચા  સંમેલન ર1મી જૂને વિધાનસભા- મંડળ સ્તરે યોગ દિવસની ઉજવણી, ર3મી જૂને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બુથ સ્તરે વીસીના માધ્યમથી કાર્યકરો  સાથે સંવાદ કરશષ ર3 જૂને જ બલિદાન દિવસની ઉજવણી કરાશે. વિધાનસભા સ્તરે વરિષ્ઠ કાર્યકર્તાઓ  સાથે ભોજન  તથા વાતાલાપ, ર5 થી 30  જૂન બુથ સ્તરે ઘર ઘર સંપર્ક  અભિયાન  આ ઉપરાંત    લોકસભા   દીઠ વિશાળ જનસભા પત્રકાર પરિષદ અને સોશિયલ મીડિયા  પ્રભાવક મીટ યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને નવ વર્ષ પૂર્ણ  કર્યા છે.  નરેન્દ્રભાઈ મોદી વિશ્વના શક્તિશાળી નેતા તરીકે સાબીત થયા છે તેમજ જેના પાયામાં ખાસ કરી દેશનો સર્વાંગિ વિકાસની સાથોસાથ દેશમાંથી આંતક્વાદ નાબુદ થાય અને સૌનો સાથ, સૌના વિકાસ સાથે રાષ્ટ્રનું ગૌરવ વધે તેવા આશય સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યરત છે.ત્યારે ભારતીય જનતા પાર્ટી ધ્વારા એક માસ સુધી વિશેષ જન સંપર્ક અભિયાન યોજાઈ રહયુ છે ત્યારે શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઈ  બોઘરાનીપ્રેસ કોન્ફરનસનું આયોજન કરાયું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી જીતુ કોઠારી, કીશો રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, તેમજ રાજુભાઈ ધ્રુવ સહિતના ઉપસ્થિત રહયા હતા.

આ તકે ડો. ભરતભાઈ બોઘરાએ વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત માહિતી આપતા જણાવેલ કે તા.1 જૂનથી તા.30 જૂન વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત સાંસદસભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને ભાજપની વિવિધ શ્રેણીના આગેવાનો ધ્વારા 1  જૂનથી પ્રદેશ પ્રેસ કોન્ફરન્સ, મીડીયા ઈનટરેકશન, સોશીયલ મીડીયા સમિટ, સંપર્ક થી સમર્થન, વિકાસ તીર્થ (લોક્સભા અને વિધાનસભા સ્તરેા લાભાર્થી સંમેલન(મંડલ સ્તરે), વેપારી સંમેલન(શહેરી મંડલ), પ્રબુધ્ધ સંમેલન, સંયુક્ત મોરચા સંમેલન, યોગ દિવસ,   નરેન્દ્રભાઈ મોદી સાથે બુથ સ્તરે વીડીયો કોન્ફરન્સ, બલિદાન દિવસ, વિરષ્ઠ કાર્યર્ક્તાઓની સાથે ભોજન તથા વાર્તાલાપ (વિધાનસભા સ્તરે), ઘર-ઘર સંપર્ક (બુથ સ્તરે), વિશાળ જનસભા (લોક્સભા સ્તરે), સોશીયલ મીડીયા પ્રભાવક મીટ (લોક્સભા સ્તરે) સહીતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન  કરવામાં આવશે, ત્યારે વિવિધ કાર્યક્રમો અંતર્ગત જવાબદારીની સોંપણી કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સની  વ્યવસ્થા હરેશભાઈ જોષીએ સંભાળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના શકિતશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે: મુકેશ દોશી

શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,  જણાવેલ હતું કે  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને નવ વર્ષ પૂર્ણ થઈ રહયા છે ત્યારે  નરેન્દ્રભાઈ મોદી વિશ્વના શક્તિશાળી નેતા તરીકે સાબીત થયા છે તેમજ જેના પાયામાં ખાસ કરી દેશનો સર્વાંગિ વિકાસની સાથોસાથ દેશમાંથી આંતક્વાદ નાબુદ થાય અને સૌનો સાથ, સૌના વિકાસ સાથે રાષ્ટ્રનું ગૌરવ વધે તેવા આશય સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યરત છે.

ત્યારે કેન્દ્ર તેમજ રાજયની ભાજપ સરકારે સંગઠન તેમજ સમાજની શક્તિને જોડીને અનેકવિધ લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓ ધ્વારા જનતામાં અપાર લોકચાહના મેળવી છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ર6 મે, ર014ના રોજ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત શપથ લઈ દેશની જનતાનું પ્રચંડ જનસમર્થન મેળવેલ હતુ

ત્યારે પોતાના ચુંબકીય વ્યક્તિત્વથી દેશની જનતાના દિલોદિમાગ પર રાજ કરનાર નરેન્દ્રભાઈ મોદી  છેલ્લા આઠ વર્ષો દરમ્યાન પોતાના વડાપ્રધાનપદના કાર્યકાળ દરમ્યાન રાજકીય, આર્થિક, સામાજીક, સંરક્ષણ ક્ષ્ોત્રે અનેકવિધ સુધારાઓ અમલમાં મુકી દેશની જનતાના હ્રદયમાં અમિટ સ્થાન મેળવ્યુ છે અને ર019માં  યોજાયેલ  લોક્સભા ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો  ભવ્ય વિજય થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે સતત બીજી વાર શપથ લઈ વિશ્વભરમાં એક શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે

તેમના નેતૃત્વમાં  ત્યારે વિવિધ લોકહીતકારી અને લોકકલ્યાણકારી યોજનાઓ જેમ કે જનધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, આયુષ્યમાન ભારત, મુદ્રા યોજના, ઉજજવલા યોજના, સૌભાગ્ય યોજના, સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, આત્મનિર્ભર ભારત, રામમંદીર નિર્માણ, તીન તલાક બીલ, કાશ્મીરમાંથી 370 અને 3પ(એ) હટાવાઈ, જલશક્તિ મંત્રાલય, નાગિરક સંશોધન વિધેયક,આતંક્વાદ પર અંકુશ, ગરીબ સર્વણો માટે 10% અનામત,ક્સિાન સન્માન નિધિ, ક્સિાન પેન્શન યોજના, નાના વેપારી માટે પેન્શન યોજના, એક દેશ એક રાશનકાર્ડ યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, વન રેન્ક વન પેન્શન યોજના, જન ઔષધી કેન્દ્રો,  એક લાખ કી.મી. હાઈવે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોત યોજના, ર1 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, બાંગ્લાદેશ સીમા વિવાદનો અંત, નર્મદા ડેમ યોજના પૂર્ણ, કાવેદી વિવાદ સમાપ્ત, અત્યાર સુધીનું સૌથી વધુ ફોરેક્સ રીઝર્વ ફંડ, એક લાખ કરોડનું કાળુ નાણું પકડાયુ, કરદાતાની સંખ્યા 3.80 કરોડથી વધીને 8.પ0 કરોડ, 99 નાગરીકો પાસે આધાર કાર્ડ જેવી યોજનાઓ અમલમાં મુક્વામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.