Abtak Media Google News

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એવીપીટી કોલેજનાં કેમ્પસમાં જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ કાતે એઆઈસી દ્વારા આઈડીયાથ્રોન સ્ક્રીનીંગનું આયોજન કરાયું હતુ જીટીયુના ઈન્કયુબેશન સેન્ટર એઆઈએમ, એનઆઈટીઆઈ આયોગ દ્વારા આ આયોજન કરાયું હતુ. જેમાં હેલ્થકેર, મેડિકલ ડિવાઈસીસ, બાયોટેકનોલોજી અને તેનાથી જોડાયેલા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અટલ ઈનોવેશન મિશન દ્વારા સપોર્ટેડ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અટલ ઈન્કયુબેશન સેન્ટર એનઆઈટીઆઈ આયોગનો હેતુ નવીનતા અને ઉદ્યોગ સાહસીકતાને પ્રોત્સાહન આપવાનો છે. આ એક ઈવેન્ટથી વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપને તેમનાવિચારની નવી તક મળી હતી આ ઈવેન્ટના મુખ્ય મહેમાન એઆઈસીના સીઈઓ ડો. ચંદન ચેટર્જી હતા જેમાં ૧૫ સ્ટાર્ટઅપ એ પ્રેસન્ટેશન આપ્યું હતુ. આ સ્ક્રીનીંગની થીમ્સ આરોગ્ય સંભાળ અને તબીબી ઉપકરણો હલેથકેરમાં આઈટી, આઈઓટી અને એઆઈની એપ્લીકેશન બાયોટેકનોલોજી અને જીવ વિજ્ઞાન હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.