Abtak Media Google News

માહિતી અધિકાર હેઠળ તી અરજીઓમાં ૨૦ ટકાનો ઉછાળો રાષ્ટ્રીય સુરક્ષા સહિતના કારણો આપી ફગાવાતી અરજીઓ

વર્ષ ૨૦૧૫-૧૬માં માહિતી અધિકાર હેઠળ યેલી ૯.૭૬ લાખ અરજીઓમાંી ૪૦ ટકા અરજીઓ કચરાપેટીમાં ફેંકી દેવામાં આવી છે. મતલબ કે દર ૧૦માંી ૪ અરજીઓને કોઈના કોઈ કારણ આપી ફગાવી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. વર્ષ ૨૦૧૫-૧૬માં અગાઉના વર્ષની સરખામણીએ ૨૦ ટકા અરજીઓ વધુ ઈ હતી. આ આંકડા કેન્દ્રીય માહિતી પંચના વાર્ષિક રિપોર્ટમાં પ્રસિધ્ધ યા છે.

આંકડા મુજબ વર્ષ ૨૦૧૪-૧૫માં ૭.૫૫ લાખ અરજીઓ ઈ હતી. જે ૨૦૧૫-૧૬માં ૨૨ ટકા વધી હતી. આ જ રીતે માહિતી અધિકાર માટે યેલી અરજીઓ ફગાવી દેવાનું પ્રમાણ પણ વધ્યું હતું. જાહેર સંસઓને મળેલી અરજીઓમાંી ૬.૬૨ ટકા અરજીઓ એકાએક રીઝેકટ કરવામાં આવી હતી.આંકડા મુજબ અરજી ફગાવવા પાછળ સૌી વધુ રાષ્ટ્રીય સુરક્ષા, કેબીનેટના કાગળો તેમજ લોકોના વિશ્ર્વાસ સહિતના કારણો જવાબદાર હતા. આ ઉપરાંત ‘અન્ય’ નામનું કારણ આપી અનેક અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. આરટીઆઈ એકટના સેકશન ૯ હેઠળ સૌી વધુ અરજીઓ ફગાવવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.