કોઈ પણ જ્ઞાતિ ઓબીસીમાં જોડાવાની માંગ કરશે, તો સર્વે બાદ નિર્ણય લેવાશે: નીતિન પટેલ

mlas-not-getting-treatment-at-government-expense:-lakhs-rupees:-nitin-patel
mlas-not-getting-treatment-at-government-expense:-lakhs-rupees:-nitin-patel

અબતક, રાજકોટ

કોઈ પણ જ્ઞાતિ ઓબીસીમાં જોડાવાની માંગ કરશે, તો સર્વે બાદ નિર્ણય લેવાશે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. વધુમાં તેઓએ એવું પણ કહ્યું છે કે રાજ્યોને ઓબીસીની યાદી બનાવવાના નિર્ણય બાદ હજુ સુધી કોઈ પણ જ્ઞાતિએ ઓબીસીમાં સમાવવાની માંગ ઉઠાવી નથી.

રાજ્યોને ઓબીસીની યાદી બનાવવાના નિર્ણય બાદ હજુ સુધી

કોઈ પણ જ્ઞાતિએ ઓબીસીમાં સમાવવાની માંગ ઉઠાવી નથી

પાટીદારોને ઓબીસીમાં જોડવા અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે- અત્યારે કોઈપણ જ્ઞાતિની ઓબીસીમાં જોડાવાની માગણી આવી નથી. જો કોઈ માગણી કરશે તો નિયમો પ્રમાણે સર્વે કરાશે. નીતિન પટેલે કહ્યું કે- પહેલા કોઈપણ જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કેન્દ્ર સરકાર કરતી હતી. પરંતુ સંસદમાં કાયદો પસાર કર્યા બાદ હવે રાજ્યો કોઈપણ જ્ઞાતિનો સર્વે કરીને ઓબીસીમાં સમાવેશ કરી શકે છે. કોઈપણ જ્ઞાતિ ઓબીસીમાં જોડાવા પાત્ર છે કે નહીં તેનો સર્વે કરવામાં આવશે.. તેમણે કહ્યું કે હાલમાં કોઈ જ્ઞાતિ તરફથી આવી માગણી આવી નથી.

આજના દિવસે તાલિબાનને કોંગી નેતા જ યાદ કરી શકે  પરેશ ધાનાણીના નિવેદન સામે ડે.સીએમનો પ્રહાર

ગુજરાત સરકારને તાલિબાન સાથે સરખાવતા વિપક્ષના નેતાના ટ્વિટને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વખોડી કાઢ્યું છે. પરેશ ધાનાણીએ ટ્વિટર પર લખ્યું છે કે- અંગ્રેજોના શાસનમાં પણ આંદોલનનો અધિકાર અબાધિત હતો. ગુજરાતના આ આધુનિક તાલિબાનોએ તો ૨૦ વર્ષ પહેલાં જ આંદોલન પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ પર જ અફઘાનિ તાલિબાનો આગળ વધી રહ્યાં છે? ધાનાણીના આ ટ્વિટ પર નીતિન પટેલે કહ્યું હતું કે- આજના દિવસે તાલિબાનોને કોંગ્રેસના નેતાઓ જ યાદ કરી શકે.. તેમણે કહ્યું હતું કે, ૯/૧૧ની વરસીએ તાલિબાનોને યાદ કરવાની જરૂર નથી. પરેશભાઈના આ નિવેદનને હું વખોડી નાંખું છું. અને આશ્ચર્ય થાય છે કે આવા વિચારો તેમને કેવી રીતે આવ્યા?

ફોર્ડ ભલે કાર ઉત્પાદન બંધ કરે, પણ બીજી કંપનીઓ સારું ઉત્પાદન કરી રોજગારીનું પ્રમાણ વધારી રહી છે

ફોર્ડ કંપનીએ ગફુજરાતમાં કાર ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે. ત્યારે આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને જ્યારે રોજગારી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે- ફોર્ડ કંપની સંપૂર્ણ કામ બંધ નથી કરવાની. ફોર્ડ કંપની કારના એન્જિન બનાવવાનું કામ ચાલું રાખશે. અને જો ગુજરાતમાં અન્ય કોઈ કંપની તેનું હસ્તાંતરણ કરી લેશે અને ફોર્ડના યુનિટમાં બીજી કોઈ કંપની કામ શરૂ કરશે. તેમણે કહ્યું કે- ફોર્ડ ભલે પોતાની કારનું ઉત્પાદન બંધ કરી રહી હોય પરંતુ માર્કેટમાં બીજી સારી કંપનીઓ છે. જેમની કારનું વેચાણ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે. અને તેના કારણે લોકોને રોજગારી પણ મળી રહી છે.