Abtak Media Google News

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં પૂજારાએ બાજી સાંભળી, સદીથી વંચિત રહ્યો !!!

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાને લઇ ભારત બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યું છે. પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતની શરૂઆત નબળી રહી હતી અને ટીમે પ્રથમ 3 વિકેટ નજીવા સ્કોર પર ગુમાવી દીધી હતી . ત્યારબાદ ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી હતી અને ટીમને મજબૂતી આપી હતી. બીજા દિવસે ભારત જો 350 થી વધુ રન કરશે તો મેચ રસપ્રદ બનશે કારણ કે વિકેટ ખુબજ સ્લો છે અને બેટ્સમેનોને રન બનાવા ખુબજ અઘરા સાબિત થઈ રહ્યા છે.

ચેતેશ્વર પુજારા બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં સદીથી 10 રન બાકી રહેતા આઈટ થઈ ગયો હતો.ઝહુર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ચેતેશ્વર પુજારા 19મી ટેસ્ટ સદીની નજીક પોંહચી ગયો હતો. પરંતુ તૈજુલ ઈસ્લામની એક બોલ પર આઈટ થયો હતો.પૂજારાએ 203 બોલમાં 90 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા.

દિવસની રમતના અંત સુધી અય્યર 82 રન બનાવીને રમી રહ્યો છે. તેના રહેવાથી ટીમ ઈન્ડિયા હજુ પણ સારો સ્કોર મેળવી શકે છે. મેહેદી હસન મિરાજે દિવસના છેલ્લા બોલ પર અક્ષર પટેલ 14ને આઉટ કર્યો હતો.પૂજારા 90 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 203 બોલનો સામનો કર્યો અને 11 ચોગ્ગા ફટકાર્યા. તે જ સમયે, રિષભ પંતની ટૂંકી પરંતુ આક્રમક ઇનિંગે પણ ટીમને મજબૂત બનાવવામાં ફાળો આપ્યો, જેણે ટીમ ઇન્ડિયા પર દબાણ ઓછું કર્યું અને બાંગ્લાદેશ પર તેને વધાર્યું. પંતે 45 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા.

દડો સ્ટમ્પને અડયા છતાં શ્રેયસ ઐયર નોટઆઉટ રહ્યો !!!

ભારતીય બેટર શ્રેયસ ઐય્યર સાથે એક ગજબનો ડ્રામા થયો હતો. ભારતીય ઈનિંગ્સ દરમિયાન શ્રેયસ ઐય્યર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તે એક બોલ રમવાથી ચૂકી ગયો હતો અને બોલ સીધો સ્ટમ્પ સાથે ટકરાયો હતો. બોલ સ્ટમ્પ સાથે અથડાયો ત્યારે બેલ્સ હવામાં ઉડી હતી અને લાઈટ પણ થઈ હતી. જોકે, તેમ છતાં તે આઉટ થયો ન હતો. હકિકતમાં બેલ્સ ઉછળીને નીચે પડવાના બદલે ફરીથી સ્ટમ્પ પર જ આવી ગઈ હતી. તેને જોઈને તમામ લોકો આશ્ચર્યમાં હતા. બોલર ઈબાદત હુસૈનને વિશ્વાસ ન હતો થતો કે ઐય્યર આઉટ નથી થયો.

બીજી તરફ ઐય્યર અને સામે છેડે બેટિંગ કરી રહેલા ચેતેશ્વર પૂજારાના ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી. નિયમની જો વાત કરવામાં આવે દડો સ્ટેમ્પ ને અડે અને બેલ્સ નીચે પડે તો જ જે તે બેટ્સમેન આઉટ થતો હોય છે ત્યારે શ્રેયસૈયદના કિસ્સામાં સ્ટેમ્પ ને તો લાગ્યો એટલું જ નહીં બેલ્સ પણ હવામાં પૂંછડી પરંતુ નીચે ન પડતા તે નોટ આઉટ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.