Abtak Media Google News

અબતક, રાજકોટ

Advertisement

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ના રહેવાસી હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનારા ક્ષત્રિય ગિરાસદારોના 48 પરિવારોનો સ્નેહમિલન સ્વરુચિ ભોજન નો કાર્યક્રમ ગાંધીગ્રામમાં, આશાપુરા મંદિર, રાજકોટ ખાતે સંપન્ન થયો હતો. સમાજમાં સંગઠન અને એકતાની ભાવના વધે, યુવાનો એકબીજાનો પરિચય કેળવે, વડીલોના આશીર્વાદ મળી રહે, એકતાની ભાવના અને ભાઈચારો વધે, એકબીજા પ્રત્યે આત્મીયતા બંધાય, સુખ-દુ:ખમાં સૌ સહભાગી બની રહે તે હેતુથી વર્ષોની પરંપરા મુજબ રાજકોટ શહેરમાં કોઇપણ ખૂણે રહેતા ખેરવા ગામ ના ક્ષત્રિય ગિરાસદાર સમાજના 48 પરિવારો એકત્ર થાય છે.

ખેરવા ગામ એ અગાઉ ફક્ત 25 કિલોમીટર રાજકોટ જિલ્લામાં હતું પરંતુ કોઇ કારણસર ખેરવાને રાજકોટ ને બદલે મોરબી જિલ્લામાં તબદીલ કરી દેવામાં આવ્યું છે. જે અંગે સરકારે ગ્રામજનો, સરપંચ, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અભિપ્રાય ન મેળવી પોતાની મનમાની કરી છે.

’સરકારના સબકા સાથ સબકા વિકાસ’નુ સુરસુરિયું થઇ ગયું છે અને ખેરવા ગામને 55 કિલોમીટર દૂર મોરબીના જિલ્લામાં ધકેલી દેવામાં આવ્યું છે. જે પગલે ખેરવા ના ગ્રામજનો અને રાજકોટમાં રહેતા ક્ષત્રિય ગિરાસદાર સમાજ અને અન્ય સમાજના પરિવારોને જિલ્લા કક્ષાના ખેરવા ગામના કામો માટે હાલાકી વેઠવી પડે છે. ખેરવાના રહીશ અને હાલ રાજકોટ રહેતા રવિરાજસિંહ ઇન્દ્રસિંહ ઝાલા દ્વારા આ અંગે રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂમાં ગાંધીનગર ખાતે વાંકાનેરના ધારાસભ્ય રાજકોટ જિલ્લાના સંસદને અને જવાબદાર અધિકારીઓને વખતો-વખત થોકબંધ રજૂઆતો કરવામાં આવી છે.

વર્ષ 2018 માં મોરબી જિલ્લાના કલેકટર દ્વારા ખેરવા ગામનો સમાવેશ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં રેવન્યુ વિભાગમાં કરવા અંગેની દરખાસ્ત પણ કરવામાં આવેલ ખેરવા ગામનો આઝાદી બાદ કાયમી વહીવટ વર્ષોથી રાજકોટ જિલ્લા સાથે જ રહ્યો છે. અને જે ખેરવા ગામ ની વ્યાજબી રજૂઆતોના પગલે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અને સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પણ ખેરવા ગામને રાજકોટ જિલ્લામાં સમાવેશ કરવા અંગે હકારાત્મક વલણ અપનાવી તાત્કાલિક યોગ્ય કરવા અપીલ કરવામાં આવી હતી તેમ છતાં વર્ષ 2018 થી આ મામલો લટકતો છે.

સરકારને રજૂઆત ની ભાષા સમજાતી ન હોય જે પગલે આગામી દિવસોમાં ખેરવા ગામ ને રાજકોટમાં સમાવેશ કરવામાં ઠાગા ઠૈયા કરી યોગ્ય કરવામાં નહીં આવે તો રાજકોટમાં રહેતા ખેરવા ના રહેવાસીઓ અને ખેરવામાં રહેતા ગ્રામજનો દ્વારા આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા કલેકટર સામે ધરણા અને ઘંટારવ જેવા કાર્યક્રમો કરવામાં આવશે.

સ્નેહમિલન ના કાર્યક્રમમાં ઝાલા પરિવારના ગજેન્દ્રસિંહ દોલુભા, શક્તિસિંહ ઇન્દ્રસિંહ, કિશોરસિંહ દોલુભા, અજીતસિંહ ગુલાબસિંહ, એડવોકેટ વિજયસિંહ અદુભા, લગ્ધીરસિંહ જોરૂભા, કરણસિંહ રણજીતસિંહ, ટેમુભા રતુભા, જુવાનસિંહ રણજીતસિંહ, હરદેવસિંહ રણુભા, ઘનશ્યામસિંહ લાલુભા, પ્રતાપસિંહ ઉદેસિંહ, બાપાલાલ ગુમાનસિંહ, નવદીપસિંહ ઇન્દ્રજીતસિંહ, શૈલેન્દ્રસિંહ હરેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ કનકસિંહ, ભરતસિંહ ગુમાનસિંહ સહિતના પરિવારોએ સહકુટુંબ હાજરી આપી હતી

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.