Abtak Media Google News

માથામાં દુ:ખાવો, મેમરી લોસ, થાક, બેધ્યાન સહિતની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને

કોરોના તો ગયો છતાં પણ હજી લોકો તેની અસર થાકી પીડાઈ રહ્યા છે એટલું જ નહીં લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર અસર જોવા મળી રહી છે. ઘણાખરા કેસ એવા સામે આવે છે જેમાં કોઈ એક વ્યક્તિ ને કોરોના થઈ ગયો હોવા છતાં પણ હજુ તેની સાઇડ ઇફેક્ટ જોવા મળતી હોય છે. તબીબોનું માનવું છે કે હાલ લોકોમાં કોરોના પછી જો કોઇ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો હોય તો તે સતત થાક લાગવો, ભૂલાઈ જવું, માથામાં દુખાવો સહિત અનેક તકલીફો માંથી પસાર થવું પડી રહ્યું છે.

આ સ્થિતિ માસિક કેવી રીતે બહાર નીકળી શકાય હજુ પણ તે અંગેનો કોઈ રિપોર્ટ કે સર્વે હાથ ધરાયો નથી પરંતુ જે વ્યક્તિને કોરોનાની ગંભીર અસર થઇ છે તેને આ તમામ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સોનાની વિકટ પરિસ્થિતિમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે શારીરિક અસર પણ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળી છે. 2020માં આવેલા કોરોનાની અસર 2022માં.પણ યથાવત જોવા મળી રહી છે. કોઈ વ્યક્તિને કોરોના પહેલા નખમાં પણ રોગ ન હતો તેઓએ પણ હાલ આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

તબીબોનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં જો લોકો નિયમિત કસરત કરે અને યોગ્ય આસન અથવા યોગ કરે તો તેનો ઘણો ફાયદો તેઓને સ્વાસ્થ્યની દિશામાં જોવા મળશે અને લોકો આ ગંભીર રોગની અસર થઇ પણ બચી શકશે માત્ર જરૂરિયાત એ છે કે દરેક લોકો કે જેઓ ને કોરોના થઈ ચૂક્યો છે અથવા તો નથી થયો તેઓ તેમના શરીરને વધુ રામ આપે અને પ્રાણાયામ યોગા જેવી પ્રવૃત્તિઓ સતત કરે. ખાખરા અભ્યાસ કોરોના અંતર્ગત કરવામાં આવ્યા છે તેમાં એ બાબતની સ્પષ્ટતા કરાઈ છે કે જે વ્યક્તિ ને કોરોના થયો છે તેને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે બે વર્ષ જેટલો સમય વ્યતીત થઈ જશે.

બીજી તરફ લોકોએ પોતાના સ્વાસ્થ્યની જાળવણી સાથોસાથ યોગ્ય અને પોષણયુક્ત આહાર લેવો પણ એટલો જ જરૂરી છે જો આ તમામ વસ્તુ કરવામાં આવે તો લોકો કોરોના ની અસરથી બચી શકશે. પરંતુ હાલ જે લોકો ને કોરોના થઈ ગયો હોય તેઓએ અત્યારે ડોક્ટરને ક્ધસલ્ટ કરવું ખૂબ જરૂરી છે કારણ કે જો તે નહીં કરવામાં આવે તો આવતા સમયમાં તેઓને ઘણી માટી અસરનો સામનો પણ કરવો પડશે. કોના પછી ની કસરત ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે અને લોકોને તે અંગેનો સહેજ પણ અંદાજો પણ નથી. અત્યારથી જો યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને યોગ્ય અવલોકન કરાય સ્વાસ્થ્ય અંગે તો ઘણા પ્રશ્નો નિવારી શકાશે.

કોરોના બાદ લોકોના સ્વાસ્થ્યને ઘણી માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં અનિંદ્રા, થાક, ભૂલાઇ જવું જેવી ઘણી ગંભીર અસરો થતી જણાય છે. ત્યારે જો યોગ્ય સમયે લોકો દ્વારા તબીબોને સારવાર અંગે પગલું લેવામાં આવે તો આ તકલીફથી બચી શકાશે. પરંતુ હજુ સુધી કોઇ નક્કર વાત સામે આવી નથી. ત્યારે હાલના તબક્કે માત્રને માત્ર સારા સ્વાસ્થ્ય માટે લોકોએ પૂરતો વ્યાયામ અને આરામ કરવો ખૂબ જ જરૂરી છે.`

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.