Abtak Media Google News

અબતક-રાજકોટ

શહેર આવેલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ અદાલતમાં આજરોજ રાષ્ટ્રીય મેગા અદાલતમાં રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં મા સમાધાન લક્ષી ૧૦ હજારી વધુ પેન્ડિંગ કેસ હાથ પર લેવામાં આવ્યા હતા જેમાં બપોરના ત્રણ કલાક સુધીમાં ૨૫ી ૩૦ ટકા કેસોનો સમાધાની નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ અકસ્માત વળતર કેસ ની અંદર કરોડનું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય મેગા લોક અદાલતને વર્ગ-૪ના કર્મચારીઓ અર્બુદા દ્વારા દિપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકવામાં આવી હતી

વધુ વિગત મુજબ કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગરુપે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાઓના ઉપકમે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ ધ્વારા પણ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ ચેરમેન, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના માર્ગદર્શન તા સબળ નેતૃત્વ હેઠળ રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં આજે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવલું હતું.

Screenshot 10 6

સદરહું લોક અદાલતનું ઉદ્ઘાટન રાજકોટ હેડકવાર્ટર ખાતે ફરજ બજાવતા અને નોકરીમાં સીનીયર હોય તેવા વર્ગ-૪ ના  ભાઈઓ ધ્વારા દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યું હતું. સદરહું ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ હેડકવાર્ટરના તમામ ન્યાયાધીશ  તા બાર એસોસીએશનના સભ્યો, જુદી જુદી વિમા કંપનીના ઓફીસરો, વિધ્વાન વકીલઓ, પી.જી.વી.સી.એલ., વિવિધ બેંકના અધિકારીઓ તેમજ પક્ષકારો ઉપસ્તિ રહેલ હતા. આ પ્રસંગે મુખ્ય ન્યાયાધીશ યુ.ટી.દેસાઈ,  એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એચ. એસ. પવાર , રાજકોટ ટ્રાફીક કોર્ટના જયુડીશ્ય મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ એમ. એ. કૈાશિક  લોક અદાલતી પક્ષકારોને તા લાભ તા કોર્ટનું ભારણ ઘટાડવામાં લોક અદાલત કઈ રીતે મદદરૂપ થાય છે તે અંગે જણાવ્યું હતું.

ન્યાયધિશો,બાર એસોસિએશનના સભ્યો અને સિનિયર એડવોકેટ ઓફ ઉપસ્તિ રહ્યા હતા

વધુમાં સદરહું બંને ન્યાયાધીસોએ લોક અદાલતની સફળતા માટે શુભેચ્છા પાઠવેલી અને જણાવેલ કે સમાધાની કેસ ફેંસલ થા ય તો પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે છે તેને ધ્યાનમાં રાખી વધુમાં વધુ કેસો સમાધાની ફેંસલ થા ય તેવી અપેક્ષા છે. આ પ્રસંગે રાજકોટના અગીયારમા એડીનલ ડીસ્ટ્રીકટ જજ

પી. એન. દવે જે પણ ઉપસ્તિ રહેલ હતા. આજના દિવસે જુદી જુદી કેટેગરીના ૫૦૦૦ પેન્ડીંગ કેસો હા પર લેવામાં આવનાર છે. સદર મેગા લોક-અદાલતમાં  કોર્ટ  ફોજદારી સમાધાન લાયક ૨૬૪, નેગોશીએબલ ૧૧૨૪ , બેન્ક લેણાના ૨૧૩ , મોટર અકસ્માત વળતરને લગતા ૪૦૬ ,લગ્ન વિષયક ૨૬૯ ,વીજળી અને પાણી વેરાના બિલના ૧૧૫ કેસો , દિવાની પ્રકારના ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા વગેરે ૩૦૬ કેસો મળી ૧૦૦૦૦ કેસહા પર લેવામાં આવ્યા હતા જેમાં ૨૫ ૩૦ ટકા સુધીના કેસોનો બપોર સુધીમાં નિકાલ યો હતો તેમજ અકસ્માત વળતરમા મંજૂર કરવામાં આવ્યુ છે.

વધુમાં વધુ કેસોનો સુખદ નિકાલ એ જ લક્ષ્યાંક:
એચ.એસ. પવાર (એડિશનલ ડિસ્ટ્રીકટ જજ)

H.s Pawar

રાજકોટ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ એચ.એસ. પવારે કહ્યું હતું કે, લોક અદાલત એક એવું માધ્યમ છે જેના થકી બંને પક્ષકારો સહમતી આપે તો જ કેસનો નિકાલ થાય છે જેથી બંને પક્ષકારોનો વિજય થાય છે, કોઈ પણ પક્ષકારોને કોઈ જ મન દુ:ખ રહેતું નથી. તેમણે કહ્યું હતું કે, લોક અદાલત સૌથી સસ્તી, સરળ અને ઝડપી ન્યાય છે કે જેમાં પક્ષકારોએ કોર્ટ ખાતે જે પણ ફી ભરી હોય તે પરત આપવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, ગત લોક અદાલતનું પક્ષકારોએ ઉદ્ઘાટન કર્યું હતું જ્યારે આજે જુનિયર ક્લાર્ક અને પટ્ટાવાળા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજના લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તેવી હું પક્ષકારોને અપીલ કરું છું. તેમણે કહ્યું હતું કે, આજે એમએસીપી ક્લેઇમના ૨૫૦૦ કેસ હાથ પર રાખવામાં આવ્યા છે. ઉપરાંત ચેક રિટર્ન સહિતના કુલ ૫૦૦૦ હજાર જેટલા કેસ હાથ પર લેવામાં આવ્યા છે અને તેમાંથી વધુમાં વધુ કેસનો નિકાલ થાય તેવી આશા છે. તેમણે ઘરેલું હિંસાના કેસો વિશે જણાવ્યું હતું કે, આ પ્રકારના કેસમાં બને પક્ષકારોને બોલાવી તેમનું સંસાર સારી રીતે ચાલે તે પ્રજારની સમજણ પુરી પાડી સુખદ સમાધાન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.