રાજકોટ: કચરો અલગ કરતાં મનપાની ટીપરવાનમાંથી મળી આવ્યું નવજાત શિશુનું ભ્રૂણ

અબતક,રાજકોટ

શહેરમાં ફરી એક નિષ્ઠુર માતાની નિર્દયતાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના જંગલેશ્વર વિસ્ત્તારમાં આરએમસીની ટીપરવાનમાંથી કચરો અલગ કરતા પ્લાસ્ટિકની કોથળીમાં લપેટેલુ નવજાત શીશુનું ભુણ મળી આવ્યું હતું. જેથી આ અંગે ભકિતનગર પોલીસને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને અજાણી નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજ્બ શહેરમાં જંગલેશ્વર શેરી નં.7 હુસૈની ચોકથી આગળ કનૈયા ચોક પાસે આરએમસીni ટીપરવાનના ચાલક તથા હેલ્પર જીવણભાઇ સાગઠીયાને ટીપરવાનમાંથી કચરો અલગ કરતા હતા ત્યારે એક કાળા કલરની પ્લાસ્ટીકની કોથળી નીકળતા કોથળીમાં નવજાત શીશુની ભુણ જોવા મળ્યું હતું.

તેથી તુરંત તેમણે આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. જેના આધારે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. અજયભાઇ ચૌહાણે બાળકની જનેતાને શોધવા માટે ફરિયાદ દાખલ કરી હતી.અને નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે.