Abtak Media Google News

ટેકસ રિકવરી માટે ૪૦૦ કર્મચારીઓને ઓર્ડર: રહેણાંકમાં નળજોડાણ કપાશે: કોમર્શીયલ મિલકત સીલ કરાશે

મિલકત વેરા પેટે એક રૂપિયો પણ બાકી હશે તેવા બાકીદારોનું આવી બનશે. મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા આગામી ૧લી ફેબ્રુઆરીથી ટેકસની હાર્ડ રીકવરી શરૂ કરવામાં આવશે. આ માટે અલગ-અલગ શાખાના ૪૦૦ અધિકારીઓને ટેકસ રીકવરીની કામગીરીમાં જોતરીદેવામાં આવ્યા છે. રહેણાંક હેતુની મિલકતધારક પાસેથી બાકી વેરો વસુલવા નળજોડાણ કપાત કરવામાં આવશે અને કોમર્શીયલ હેતુ માટેની મિલકત સીલ કરી દેવામાં આવશે.

આ અંગે ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આગામી ૧લી જાન્યુઆરીથી હાર્ડ રીકવરી શરૂ કરવામાં આવશે જેમાં બાકી વેરા માટેનો કોઈ ક્રાઈટ એરિયા રહેશે નહીં. એક રૂપિયો પણ વેરા પેટે બાકી હશે તો તેઓની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. શહેરના તમામ ૧૮ વોર્ડમાં એકી સાથે મિલકત સીલીંગ છે નળજોડાણ કપાત કરવા જેવી આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ૫૦ હજારથી લઈ એક લાખ સુધીનો બાકી વેરો ધરાવતા ૨૦,૯૯૬ બાકીદારોનું વોર્ડ વાઈઝ લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જેઓને મિલકત જપ્તીનું વોરંટ ફટકારવાની પણ કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રૂ.૨૫૦ કરોડનો લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આગામી સપ્તાહથી ટેકસ બ્રાંચ પુરા જોશ સાથે ત્રાટકશે. આ માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા અલગ-અલગ શાખાના ૪૦૦ જેટલા અધિકારીઓને ટેકસ રીકવરીની કામગીરીમાં જોતરી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.