નેતા હોય તો આવા… મકાન પડી જતા નવું ‘ઘર’ બનાવવાની શક્તિ ન’તી, સાંસદે બનાવી આપ્યું નવું ઘર

અબતક, એ.એસ.નકવી,કોડિનાર

આજના સમયમાં મોટાભાગના રાજકીય નેતાઓની છાપ બસ પોતાના કામ પૂરતી, પોતાનું ખિસ્સું ગરમ કરવાની, માત્ર ચૂંટણી ટાણે જ જનતાને યાદ કરવાની…. પડી ગઈ છે. પણ ઘણા નેતાઓ આનાથી તદ્દન અલગ હોય છે. નિ:સ્વાર્થ ભાવે લોકસેવા જ ધર્મ હોય તેમ કર્મ કરતા હોય છે. ત્યારે આવા જ એક નેતા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છે. જેઓની કામગીરી જોઈ તમને પણ થશે કે નેતા હોય તો આવા…!!!

હરમડીયા નિવાસી બાલદાસ હરગોવિંદદાસ ગોંડલીયા અનાતકનું જુનુ ઘર પડી જવાથી નવું બનાવવાની ફરજ પડી હતી. પરંતુ આર્થિક રીતે તેમની પરિસ્થિતિ નબળી હોવાને કારણે નવું ઘર બનાવવાનું અશકય હતુ. તેમણે માજી સાંસદ દિનુભાઇ સોલંકીને આ વાતની જાણ કરી.

મદદની ગુહાર લગાવનાર બાલદાસ હરગોવિંદદાસ ગોંડલીયાની વાતને સાંસદ દિનુભાઈ સોલંકીએ તુરંત સારો પ્રતિસાદ આપ્યો. જરાય પણ મોડુ નહી કરીને પોતે જ જવાબદારી લઇને મકાન બનાવી આપી માનવતા અને દરિયાદિલનું ઉમદુ ઉદાહરણ પુરુ પાડયું છે.