Abtak Media Google News

અબતક, ગીજુભાઇ વિકમા

વિસાવદર

દિવ જવા માટે જંગલ માંથી પાકો રસ્તો અપાઈ તો સોમનાથ જવા માટે કેમ નહિ તેવો સવાલ સરકારને કરી ગુજરાતની લડાયક સંસ્થા ટિમ ગબ્બરે રજુઆત કરી જણાવેલ છે કે, કાસીયાથી સાસણ રોડ છેલ્લા ઘણા સમયથી ખુબજ બગડી ગયેલ છે અને આ રસ્તો વિસાવદર તથા તાલાલાના લોકોને ખુબજ ઉપયોગી રસ્તો છે.

વિસાવદર તથા તાલાળાની જનતા માટે આ રસ્તો ખુબજ ઉપયોગી છે અને વિસાવદર તથા સાસણ,સોમનાથ,તથા દિવ,જેવા સ્થળો માટે જવા માટેનો ખુબજ ઉપયોગી કહી શકાય તેવો આ રસ્તો વર્ષોથી આવેલ છે અને આ રસ્તાનો લોકો ઘણા સમયથી ઉપયોગ કરે છે જ્યારે દિવ જેવા સ્થળે જવા માટે જંગલની અંદરથી ડામર રોડ કરવા માટે અને તુલસીશ્યામ જવા માટે પાકા રસ્તાની સુવિધાઓ છે અને તે પણ ગીર જંગલની વચ્ચેથી જ પસાર થાય છે.

કાસીયાથી સાસણ જતા જંગલ ખાતાની હદમાંથી પસાર થતા રસ્તાને પાકો ડામર રોડ બનાવવા રજુઆત

ત્યારે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરે જવા આવવાના એક માત્ર રસ્તા બાબતે જ અન્યાય કેમ..? આ સંવેદનશીલ સરકારમાં હિન્દૂ ધર્મ મંદિરે જવાના રસ્તામાં જ કેમ મંજુરી નહિ..?વિસાવદરથી કાસીયા રોડને મંજૂરી મળેલ છે અને આ રોડનું કામ પણ ચાલુ છે ત્યારે કાસીયાથી સાસણ રોડને સરકાર કેમ મંજૂરી નથી આપતી આ બાબતે અગાઉ પણ રજુવાત કરી ચૂક્યા છે અને કોઈ પરિણામ મળેલ નથી. અને વિસાવદર તથા તાલાલા તાલુકો સામાજિક તથા વ્યવહારિક રીતે પણ જોડાયેલ છે અને તાલાળા સુગર ફેકટરીમાં પણ વિસાવદર તાલુકાના સદસ્યો છે.

બન્ને તાલુકાની પ્રજા માટે ઉપયોગી આ રસ્તો ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે તેથી લોકોને સમય અને પેટ્રોલનો વ્યય થાય છે અને કમરના દર્દ થવાની અને વાહનને નુકશાન થવાની શક્યતા છે અને અકસ્માત થવાની પણ શક્યતા છે જેથી તાત્કાલિક આ રસ્તો પાકો બનાવવામાં માટે કમિટીમાં મૂકી પાકો રસ્તો બનાવવા મજૂરી આપવા  તા.12/7/21 ના રોજ પણ રજુઆત કરેલી હતી.અમારી ટિમ ગબ્બરને રજુઆત કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.