Abtak Media Google News

જો અમેરિકા પૂરાવા આપશે તો તેઓ સાથે મળીને આતંકી સંગઠન હક્કાની નેટવર્કનો ખાત્મો કરવા જોઇન્ટ ઓપરેશન માટે તૈયાર છે. તેવું પાકિસ્તાનનાં વિદેશ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે. અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે આ મુદ્દે પોતાનું વલણ અત્યંત કડક કરી લીધું છે અને પાકિસ્તાનને આ અંગે વોર્નિંગ પણ આપી છે.જેથી હવે પાકિસ્તાન આ મુદ્દે કાર્યવાહી કરવા તૈયાર થયું છે . જોકે તે પહેલા પુરાવાની માંગ કરી છે. ખ્વાજા હાલમાં જ વોશિંગ્ટન ગયા હતા અને અહીં તેમણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જો અમેરિકન અધિકારીઓને ટારગેટ એરિયામાં હક્કાની નેટવર્કમાં કોઇ એક્ટિવિટી જોવા મળશે તો અમારા સૈનિકો અમેરિકન સૈનિકો સાથે મળીને તેમનો ખાત્મો બોલાવી દેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.